________________
વાત ૩-૪૦ ] ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પર્યવસાન | માણસને વિલાપ વાકયના તાત્પર્યરૂપે રજૂ કર્યો હોય એમ લાગે છે.
જેમાં વાગ્યાથે અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિક્ષિત હોય એવું ઉદાહરણ –
તાડી જગ્યાએ ઊગેલી, બેડેળ, ફળ ફૂલ કે પાંદડાં વગરની આ બેરડીને તું વાડ કરે છે, તે એ મૂરખ, લેકો તને હસશે.”
અહીં વાચ્યાર્થી અત્યંત સંભવિત પણ નથી તેમ અત્યંત અસંભવિત પણ નથી.
આ ઉદાહરણને વ્યંગ્યાર્થ સમજાવતાં લોચનકાર કહે છે કે જે સ્ત્રી કોઈ સારા કુળમાં જન્મેલી નથી, જેનામાં કોઈ સૌંદર્ય નથી, જેને નથી સંતતિ કે નથી જે ભાઈ વગેરે સંબંધીઓથી પ્રેમપૂર્વક ઉછેરાયેલી, તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરવો એ હાસ્યાસ્પદ છે. અહીં ઉદાહરણ અને લેચને કરેલી તેની વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. વૃત્તિનું પણ એવું જ છે. કદાચ એને અર્થ એવો છે કે બેરડીને કઈ વાડ બાંધે જ એમ પણ નથી. તેમ ન જ બધેિ એમ પણ નથી. આ ઉદાહરણ એ બતાવવા આપ્યું છે કે કોઈ વાર અપ્રસ્તુતપ્રશંસામાં વાચ્યાર્થ અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિવશિત હોય છે. અહી બોરડીને વિશે જે કહ્યું છે. તેમાં કયો અંસ વિરક્ષિત છે અને ક અંશ વિવક્ષિત નથી, તે સ્પષ્ટ થતું નથી. હિંદી “તારાવતી’ ટીકામાં બિહારીમાંથી એક દોહે ઉતારે છે તે અહીં ટાંકું છું:
દિન દસ આદર પાઈકે કરિ લે આપુ બખાનું, જો શમિ કાગ સરાધપખ તૌ લગિ તો સનમાનુ. દિન દસ આદર પામીને કરી લે આપ વખાણ,
જયાં લગી કાગ, સરાધિયા, ત્યાં લગી તુજ સન્માન.
આમાં બ્રાહ૫ક્ષ સુધી કાગડાનું સન્માન હોય છે એટલું વિવણિત છે, પણ કરી લે આપ વખાણુ” એ ભાગ વિવક્ષિત નથી, કારણ, કાગડો કઈ પોતાનાં વખાણ કરી શકતું નથી.
અપ્રસ્તુતપ્રશંસાની આ ચર્ચા એ બતાવવા કરી હતી કે અપ્રસ્તુત પ્રશંસા, જ્યાં વાચાર્ય બંધબેસતો ન થતો હોય ત્યાં જ હોય છે, એ