________________
૯૮ ] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[ બન્યાલોક શકે, જેમ પ્રત્યેક શબ્દના પાઠથી જ શબ્દનું જ્ઞાન નથી મળા શકતું. કારણ, અલંકારો અને શબ્દ તે અનંત છે. વાણીના વિક કહેતાં ભગીએ તે અનેક છે, અને તે બધા જ અલંકારના પ્રકાર છે. વળી, ગુણભૂતવ્યંગ્યનું ક્ષેત્ર તે વિશાળ છે. કેવળ એક અલંકારમાં બીજે વ્યંગ્ય અલંકાર ભળે એટલું નહિ પણ એ સિવાયનો પણ વસ્તુ કે રસારિરૂપ અર્થ ભળે તે પણ એમાં અમાઈ જાય છે. એટલે ઇવનિને આ બીજે પ્રવાહ પણ મહાકષિઓના રમણીય વિષય તરીકે સહુએ બરાબર સમજી લે એઈ એ. સહુદયના હૃદયને હરી લેનાર કાવ્યને એ કોઈ પ્રકાર છે જ નહિ, જેમાં પ્રતીય માન અર્થના સંસ્પર્શ થી સૌંદર્ય ન આવ્યું હોય. આમ, આ કાવ્યનું બહુ મોટું રહસ્ય છે અને એને વિદ્વાને એ સમજી લેવું જોઈએ.
૩૭ અલંકાર વગેરેથી યુક્ત હોવાં છતાં, જેમ લજજા જ કુલવધુનો મુખ્ય અલંકાર હોય છે, તેમ (કાવ્યાલંકારોથી ભૂષિત હવા છાં) આ વ્યંગ્યની છાયા જ મહાકવિએની વાણીને મુખ્ય અલંકાર છે.
કારણ કે એને લીધે સુપ્રસિદ્ધ અથાત્ વારેવારે નિરૂપાઈ ગયેલ અર્થ પણ કેઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે જેમ કે –
કામદેવની આજ્ઞાનું પાલન કરવામાં મુઘાણીના જે કોઈ અનિચય લીલાવિલાસ વિશ્વાસપૂર્વક પ્રગટયા છે. અને જે ક્ષણે ક્ષણે નવે નવે રૂપે દેખા દે છે, તેનું ભાવન, એકાંતમાં બેસીને કેવળ ચિત્તથી જ સતત કરવા જેવું હોય છે.”
આ લેકમાં વાચ્યાર્થીને સ્પષ્ટપણે ન કહેતાં એવા જિ” (કોઈ અનિર્વચનીય) પદને લીધે અનંત અને અલિષ્ટ બંગ્યાને બંધ થતાં, એવી કઈ રમણીયતા છે કે અહીં નથી અનુભવાતી ?