________________
૧૦ ] ગુણીભૂતબ્ધ અનુ. ધ્વનિમાં પવસાન
[બન્યાયા
એટલે આ અપ્રસ્તુતપ્રશંસા છે. કેમ કે આ ગુણીભૂત (અપ્રસ્તુત ) વાચ્યથી એવું સમજાય છે કે આ કાઈ એવા વિદ્વાનના વિલાપ છે જે પેાતાના અસામાન્ય ગુણેના ગવથી ફુલાઈ ગયેલા છે, જેના મહિમાને કારણે ઇર્ષ્યાળુ પ્રતિપક્ષીમાના મનમાં ઈર્ષ્યાની આગ પ્રગટી છે, અને પેાતા કરતાં ચડિયાતા વિદ્વાન જેને બીજો કાઈ દેખાતા નથી.
આ સેશમાં અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે, એમ પ્રચકાર રીતે સમજાવે છે: કેઈ અસાધારણ પ્રતિભાશાળી પડિતે પેાતાની ખધી મુદ્દશક્તિ અને ભારે પરિશ્રમને ભાગે એવા દાનિક સિદ્ધાંત રજૂ કર્યાં છે, જે જોઈને બીજા દેખા પડિતાના મનમાં ઈર્ષ્યાની આગ ભભૂકી ઊઠી છે, અને બીજા એવા કઈ વિદ્રાા પણ નજરે પડતા નથી, જે એની પૂર્વી કદર કરવાને શક્તિમાન હુંય. એટલે એ પંડિત પેાતાની મહેનત નકામી ગ× એમ માની દુઃખ વ્યક્ત કરે છે આ પ્રસ્તુત અ મહી અપૂર્વ સુંદરીના સર્જનની અપ્રસ્તુત વાતનું વર્ણન કરીને રજૂ કરી છે, એટલે આ અપ્રસ્તુતપ્રશસા અલંકારના દાખલેો છે,
-
વળી, આ ધમકીર્તિ'ના શ્લોક છે એવી લેાકવાયકા છે, અને એ àાક તેને હોય એવા સંભવ પણ છે. કારણ, ધમકીર્તિના નીચેના ાકમાં વ્યક્ત કરેલે આ જ ભાવાર્થ એવા મળે છે :~
“ અતિશય બુદ્ધિશાળી પુરુષ પણ મારા જે દાર્શનિક મતના પૂરેપૂરો તાગ પામી શકતા નથી, અને ખૂબ ધ્યાન દેવા છતાં જેના માં જોઈ શકતા નથી, તે મારા મત, જગતમાં પેાતાને સમજનાર કેઈ ચેાગ્ય પુરુષ ન મળતાં, (અતાગ અને અગાધ) સમુદ્રના જળની પેઠે પેાતાના શરીરમાં જ કર્યુ થઈ જવાના.”
:
આ જ વિચાર ઉપરના બ્લેકમાં પણ વ્યક્ત થયેલે છે, એટલે એ પશુ ધતિના જ હોય એવે પૂરા સાવ છે, અને એમાં વ્યાજસ્તુતિ નહિ પણ અપ્રસ્તુતપ્રશ્ન...સા અલંકાર છે.