________________
થત ૩-૩૮ ]
કાકુ-આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય ( ૧ - મક-આક્ષિત ગુણીભૂત-અંગ્ય
એ પછી કાકુથી આક્ષિપ્ત થતા ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ કરે છે.
૩૮
કાકુને લીધે આ જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવામાં આવે છે, તે, વ્યંગ્યાથે ગૌણ હોવાને કારણે, આ એટલે કે ગુણીભૂતવ્યંગ્ય પ્રકારમાં જ સમાઈ જાય છે.
અને કઈ વાર કાકુથી આ જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવા મળે છે, તે, ચંપાર્થ ગૌણ હોઈ, ગુણભૂત નામના કાવ્યભેદમાં જ સમાઈ જાય છે.
જેમ કે –
મારા જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રો સ્વસ્થ રહેશે ?”
વેણીસંહાર' નાટકમાં આ ભીમની ઉક્તિ છે. આખો લે આ પ્રમાણે છે:
લાગૃહને આગ લગાડીને, ઝેરવાળું અન્ન ખવડાવીને, જુગટાની સભામાં બોલાવીને અમારા પ્રાણ અને ધનસંપત્તિ ઉપર ઘા કરીને, તથા પાંડવવધૂના વસ્ત્ર અને કેસ ખેચીને, મારા જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રે સ્વસ્થ રહેશે?”
અહીં થંમાર્થ સ્પષ્ટ છે કે ધૃતરાષ્ટ્રના પુત્રે મારા જીવતાં કદી સ્વસ્થ રહી શકે જ નહિ અહીં કાકુથી વ્યક્ત થતે આ વ્યંગ્યાર્થી વાય કોષના અનુભાવને જ ઉપકારક થઈ પડે છે એટલે એ ગુણીભૂતવ્યંગનું વાહરણ બને છે. . અહીં એક સ્પષ્ટતા કરવી જોઈએ કે લોચનકાર જયાં જ્યાં પાક હેય ત્યાં બધે જ ગુણીભૂતવ્યંગ્ય માને છે, જ્યારે મનટ વગેરે એમ માને છે કે જ્યાં કાકુથી સમજાતે વ્યંગ્યાથે ગૌણ હોય ત્યાં ગુણીભૂતવ્યંગ્ય અને પ્રધાન હોય ત્યાં ધ્વનિ ગણાય. “દીધિતી” નામની ટીકાના લેખમ પણ એમ જ માને છે, અને તેથી કારિકા અને વૃત્તિને અર્થ પણ એ રીતે વટાવે છે: મૂળમાં “વ ગુમાવે છે તેના બે અર્થ થઈ શકે; “બંએ જ્યારે ગૌણ હેય ત્યારે’ અને ‘યંગ્ય ગૌણ હોઈને.’ લોચનાકાર બીજે અર્થ લે છે, દીવિતીકાર પહેલે અર્થ રવીકારે છે.
એવું જ બીજું ઉદાહરણ –