________________
૨૦૦ ] મક-આણિત ગુણીભૂતવ્યંગ્ય
[ બન્યા? સારુ, પતિવ્રતા, અને તે અસતી છીએ; હવે બસ કર. તે તારું શીલ ભ્રષ્ટ નથી કર્યું ને? પણ અમે લોકોની વહુની પેઠે ઘાંયજાની કામના તે નથી કરીને ?”
bઈ સારા ઘરની સ્ત્રી કેઈ ઘાંયજાના પ્રેમમાં પડી છે અને તેણે બીજી સ્ત્રીને તેના દુરાચાર માટે ઠપકો આપ્યો હશે, એટલે તે બાઈએ આપેલે આ જવાબ છે. “ અમે તે કુલટા જ છીએ. તે તે તારું શીલ ભાચવ્યું છે. હવે બસ કર તારા જેવી સારા ઘરની વહુની પેઠે અમે પણ કામાંધ થઈને કઈ વયજાની સાથે તો પ્રેમ નથી કર્યો ને ?' આમાં વ્યંગ્યાથે સ્પષ્ટ છે કે તે સારા ઘરની વહુ થઈને ઘાંયજાની સાથે પ્રેમ કરે છે ને અમને મહેણાં મારવા આવે છે, શરમાતી નથી!
કાકુથી વ્યંજિત થતો વ્યંગ્યાર્થ ગૌણ કેવી રીતે હેય છે, તે સમજાવતાં વૃત્તિમાં કહે છે –
(આવા દાખલાઓમાં) શબ્દશક્તિ જ પોતાના વાગ્યાથને જોરે વ્યંજિત થતા કાકુની મદદથી વિશેષ અર્થની પ્રતીતિમાં કારણ બને છે, એક કાકુ એ પ્રતીતિ ન કરાવી શકે. કારણ, બીજે ઠેકાણે સ્વેચ્છાએ કરેલા કામાત્રથી એવા અર્થની પ્રતીતિ થવી સંભવિત નથી. એ કાકુથી વ્યંજિત થતા અર્થ કાક. વિશેષની મદદથી શબ્દવ્યાપાર એટલે કે અભિધાથી પ્રાપ્ત થતા અર્થને એ જ પ્રાપ્ત થાય છે, એટલે તે વ્યંગ્ય રૂપ જ હોય છે. એ આક્ષિપ્ત અર્થની પ્રતીતિ વાગ્યાથે કરતાં ગૌણ રૂપે થાય છે, ત્યારે તે અર્થને પ્રગટ કરનાર કાવ્ય ગુણીભૂત- વ્યંગ્યનું જ ઉદાહરણ ગણાય છે. વ્યંગ્યવિશિષ્ટ વાચાર્યનું કથન કરનાર કાવ્ય ગુણીભૂતવ્યંગ્યને જ દાખલો ગણાય.
અહીં કહેવાનો મતલબ એ છે કે કાકુ પિતે એટલે કશે બંસાર વ્યક્ત કરી શકતો નથી, પણ જ્યારે કોઈ શબ્દ વિશેષ પ્રકારના કાકુ સાર ઉચ્ચારાય છે ત્યારે જ તેમાંથી વિશિષ્ટ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે. આમ, વાર્થ સાથે હોય તો જ તે બીજા અર્થનું સૂચન કરી શકે છે. એટલે ખરી વ્યંજના તે વાર્થની જ હોય છે, અને તેને કાકુ મદદ કરે છે. નામ, કાકુનું સ્થાન મૌણ છે, એટલે જ્યાં જ્યાં કાક-આક્ષિપ્ત હે