________________
હત ૩-૩૬ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૨ ઉપરના વાક્યમાં “એક દેશથી બનાવેલું છે' એમ કહ્યું છે, તેને અર્થ એકદેશવિવર્તિ રૂપકથા' એવો કર એમ લોચનકાર કહે છે, જે કે અહીં “અલંકારોમાંના કેટલાકમાં બતાવેલું છે,' એવો અર્થ કરીએ તો ચાલે અને તે વાકયતા પાછલા ભાગ સાથે સુસંગત પણ છે.
જેમ કે, દીપક અને સમ એક્તિ વગેરેની પેઠે બીજા અલંકારો પણ, મોટે ભાગે, બીજા વ્યંગ્ય અલ કાર અને બીજા યંગ્ય વસ્તુના મિશ્રણવાળા જોવામાં આવે છે. કારણ, પહેલું તે એ કે બધા અલંકારમાં અતિશયેક્તિ ગર્ભિત હેઈ શકે છે. મહાકવિઓ દ્વારા જ્યારે બીજા અલંકારોમાં અતિશયોક્તિ ગર્ભિત રાખવામાં આવે છે ત્યારે તે કાવ્યને કોઈ અપૂર્વ શોભા આપે છે તે પછી પિતાના વિષયમાં ઔચિત્યપૂર્વક અતિશક્તિને ઉપગ કરવામાં આવે તે તે કાવ્યને ઉત્કર્ષ કેમ ન સાધે ?
અહીં લેયનકાર અતિશયોક્તિ ઔચિત્યપૂર્વક વપરાયાનું અને અનૌચિત્યપૂર્વક વપરાયાનું એમ બે ઉદાહરણ આપે છે, તે આપણે જોઈએ.
ઔચિત્યપૂર્વક અતિશયોક્તિનો ઉપયોગ થયો હોય એવું ઉદાહરણ - ભદ્દેદુરાજને નીચેને ધાક છેઃ
યુવાન કૃષ્ણની બાબતમાં યૌવનભરી સ્ત્રીઓની આવી દશા થઈ છે: રહી રહીને વારે વારે જોવા થી તેમની આંખે ચંચળ બની ગઈ છે, કાપેલી કમલની નાળની જેમ તેમનાં ગાત્રો દિવસે દિવએ સુકાતાં જાય છે, તેમના ગાલ દુર્વાકાંડને પણ લજાવે એવી ઘેરી પીળાશ ધારણ કરે છે”
આ લોકમાં કામદેવ જેવા કૃષ્ણના સૌંદર્યની અતિશયના વ્યંજિત થાય છે, તેથી એમાં વપરાયેલી અતિશયોક્તિ અલૌકિક શોભાથી શોભી વડે છે. એથી ઊલટું, જ્યારે ચિત્ય સચવાતું નથી ત્યારે અતિશયોક્તિથી શોભા મરી પરવાર છે. જેમ કે નીચેના બ્લેકમાં :
તારાં સ્તન વધીને આવાં મોટાં થઈ જશે એને ખ્યાલ કર્યા વગર જ બ્રહ્માએ આકાર આટલું નાનું બનાવ્યું હતું.”
આમાં સ્તનને વિકાસ વર્ણવવા આકાશ નાનું છે એવી અતિશયોક્તિ કરી છે, તે હાસ્યાસ્પદ બની જાય છે.