________________
ઉલોત ૩-૩૬ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૨૫ ચંખ્યરૂપે જે સાદશ્ય પ્રતીત થાય છે, તે જ ભતિશય પામે છે, અને તેથી તે બધા જ અતિશય ચાવયુક્ત બનીને ગુણીભૂતવ્યંગ્યનો વિષય બને છે. સમાસે ક્તિ, અક્ષેપ, પર્યાયોક્ત વગેરેમાં તે, વ્યંગ્ય અંશના અવિનાભાવથી જ, એટલે કે તેમાં વ્યંગ્ય અંશ હોય તે જ અલંકારત્વ આવતું હેઈ, એ બધા ગુણીભૂતવ્યંગ્યમાં સમાઈ જાય છે, એ બિલકુલ નિર્વિ. વાદ વાત છે.
ઉપર ગણવેલા અલંકારોમાંથી એક નિદર્શના સિવાય બાકીના અલંકારોની વિગતે ચર્ચા પહેલાં થઈ ગયેલી છે નિદર્શનાની વ્યાખ્યા એવી છે કે જેમાં કેઈ ક્રિયા દ્વારા વિશિષ્ટ અથ નો બધ કરાવવામાં આવે તે નિદર્શના. જેમ કે –
મંદ પડી ગયેલા તેજવાળો સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી હ્યો છે. એ શ્રીમંતોને એવો ઉપદેશ આપે છે કે જેની ચડતી તેની પડતી થાય જ છે.”
ખામાં સૂર્ય પોતાની ક્રિયા વડે અમુક અર્થ બધ કરાવે છે એટલે અહીં નિદર્શના અલંકાર છે. અને એમાં શ્રીમંતો અને સૂર્યનું સાદગ્ય વ્યંજિત થાય છે તે ચાર્વસાધક થઈ પડે છે. એ સાદગ્ધ વામ નિદર્શનને જ પોષે છે એટલે મૌણ છે અને માટે અહીં ગુણીભૂતવ્યંગ્ય છે.
વળી આ ગુણીભૂતવ્યંગ્ય કાવ્યમાં કેટલાક અલંકારોની બાબતમાં અમુક અલંકાર ગર્ભિત હોઈ શકે એવો નિયમ છે, જેમ કે વ્યાજસ્તુતિમાં પ્રાલંકાર ગર્ભિત હોય છે.
કારણ, જે દેવના કે રાજાને ઉદ્દેશીને એ વિંઘ ઉચ્ચારાઈ હેય છે, તેની પ્રશંસામાં (ચાક્તિમાં) એનું પર્યવસાન થતું હોય છે. અને દેવ છે રાજા વિષયક રતિ ભાવ કહેવાય છે, અને જ્યાં ભાવ વ્યંગ્યા બીજા અલંકારને પિષત હોય ત્યાં પ્રાલંકાર ગણાય છે.
કેટલાક અલંકારમાં અલંકારમાત્ર ગર્ભિત રહેતું હોય છે. જેમ કે સસંદેહ વગેરેમાં ઉપમા ગર્ભિત હોય છે.
આને સમજાવતાં લોચનાકાર કહે છે કે અહીં ઉપમા એટલે સદાય આધારિત બધા જ અલંકાર એ અર્થ લેવાનો છે, અને એ રીતે એમાં