________________
૨૯૦ ] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[કવન્યાવક વાળા શબ્દોથી વ્યંજિત થતે વસ્તુમાત્રરૂપ વ્યંગ્યાથે કોઈવાર વારૂપ વાકયાર્થક કરતાં ગૌણ બની જાય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય કહેવાય છે. જેમ કે –
આ ક જુદા જ પ્રકારનો લાવણ્યતિધુ છે, જેમાં ચંદ્રની સાથે કમળ તરે છે, જેમાં હાથીનાં કુંભસ્થળ ઉપર આવે છે અને જેમાં જુદી જ જાતનાં કેળનાં થડ અને મૃણાલના દંડ નજરે પડે છે ?”
લેચનકાર કહે છે કે આ કઈ તરુણની અભિલાષ અને વિસ્મયભરી ઉક્તિ છે. અહીં સિંધુ શબ્દથી પરિપૂર્ણતા, ઉત્પલ શબ્દથી કટાક્ષની છટા, ચંદ્ર શબ્દથ વદન, હાથીનાં કુંભસ્થળેથી સ્તનયુગલ, કેળનાં થડથી બંને સાથળ, અને મૃણાલ-દંડથી ભુજાઓ સૂચવાય છે. એ બધા શબ્દને મુખ્ય ચે અહીં બિલકુલ બંધબેસતો થતો ન હોઈ “ નિ:શ્વાસાંધ માંના “અંધ' શબ્દની પેઠે તેને તિરસ્કાર થાય છે, અને તે, ઉપર કહ્યા પ્રમાણેના વ્યંગ્યાર્થીને પ્રગટ કરે છે. આમ, અહીં અત્યંત નિરરનવાયવનિ છે પણ તે વાર્થને જ શોભામાં વધારો કરે છે, એટલે એ વાચ્યસિદ્ધયંમરૂ૫ ગુણભૂતવ્યંગ્યનું ઉદાહરણ બને છે. કમલ, ચંદ્ર વગેરે સંસારના સુંદરમાં સુંદર પદાથી છે, તે બધા એક સ્થળે ભેગા થાય એ અસંભવિત છે, પણ અત્યંત મરમ નાયિકારૂપી એક પાત્ર મળી જતાં એ બધા તેમાં ભેગા થાય છે, અને એમ વિસ્મયને વિભાવ બન્યા છે, પછી યંગ્યાર્થથા એમ નાયિકાનાં મુખ, નેત્ર વગેરે અંગે પ્રતીતિ થતાં એ અભિલાષનો વિભાવ બને છે. અહીં સુધી વાચની પ્રજાનતા છે. એ પછી નાયકની રતિ અભિવ્યક્ત થઈ શૃંગારરૂપે વ્યંજિત થાય છે. આમ, આ બ્લેકમાં પહેલાં વ્યંગ્યાથે ગૌણ બની વાગ્યાથ ની શે ભામાં વધારો કરે છે, પણ પાછળથી જ્યારે શુગાર રસ વ્યંજિત થાય છે ત્યારે એ વાચ્ય ગૌણ બની જાય છે.
કોઈ વાર અતિરસ્કૃત વાગ્યવાળા શબ્દથી વ્યંજિત થત વ્યંગ્યાર્થ. કાવ્યના ચારુત્વની દષ્ટિએ વાચ્યાર્થીનું પ્રાધાન્ય હેઈ ગૌણ બની જાય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. જેમ કે “અનુરાગવતી સંધ્યા” વગેરે ઉદાહરણમાં.
આ લે કે પહેલા ઉદ્યોતમાં ઉતારે છે અને ત્યાં વ્યંગ્યાથે કઈ રીતે ગૌણ બને છે તે સમજાવેલું છે. જુઓ ૫. ૨૮.