________________
'ત ૩-૧૩] વૈયાકરણેને મત વનિ સિદ્ધાંતને અનુકુળ [૨૧ ન હેય પણ જે સાચે જ ચારસાધક હોય એવાં વ્યંગ્ય વસ્તુ કે અલંકાર ધ્વનિમાં નહિ ગણાય. પણ જે ત્રણે પ્રકારના એટલે રસાદિ, વસ્તુ અને અધંકારરૂપ વ્યંગ્ય વક્તાના અભિપ્રાયરૂપ હોય કે ન હોય તોયે જ્યાં પ્રધાન અને ચાર્વસાધક હોય ત્યાં નિ માનીએ, તો આમાંને એક દેશ ન આવે.
મીમાંસકોએ પણ વ્ય જનાને સ્વીકાર કરે જ પડે, એમ બતાવ્યા પછી હવે, વૈયાકરણને મત પણ ધ્વનિસિદ્ધાંતને અનુકૂળ છે, એમ બતાવે છે. “ચાકરણનો મત વનિ સિદ્ધાંતને અનુકૂળ
જેમણે બધા ભેદે જેમાં ઓગળી ગયા છે એવા શબ્દબ્રતાની પ્રમાણપૂર્વક સ્થાપના કરી છે, એવા વૈયાકરણના મતને આધારે જ આ ધ્વનિ નામ પાડવામાં આવ્યું છે, એટલે તેમની સાથે વિરોધ કે અવિરોધને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
વૈયાકરણો અનેક વર્ષોના બનેલા શબ્દોને અસત્ય માને છે અને એક અખંડ સદબ્રહ્મ કહેતાં રફોને જ સત્ય માને છે, એટલે પદાર્થ વાકષાર્થ જેવા ભેદને તેઓ સ્વીકારતા નથી. માટે અહીં કહ્યું છે કે બધા ભેદ જેમાં ઓગળી ગયા છે વગેરે. સ્ફોટ ઉપરથી વનિ નામ કેવી રીતે પડવું તે આપણે પહેલા ઉદ્યોતની ૧૩ મી કારિયાની વૃત્તિમાં જોઈ ગયા છીએ. તૈિયાયિકોને મત વ્યંજનાને અનુકૂળ
જેઓ શબ્દાર્થને સંબંધ કૃત્રિમ છે એવું માને છે, તે નિયાયિકોને મતે વ્યંજકત્વ અનુભવસિદ્ધ છે, તેમ જ બીજ પદાર્થોની પેઠે શબ્દને પણ વ્યંજકત્વ હોય એ વાતને પણ તેમને વિરોધ નથી, એટલે તેમના મતનું ખંડન કરવાની જરૂર જ રહેતી નથી.
જેમ દીવો બીજ પદાર્થોને પ્રગટ કરે છે તેમ શબ્દ અને તેને અષ પણ બીજ અર્થને પ્રગટ કરે છે એ અનુભવસિદ્ધ છે અને તૈયાયિકા એને વિરોધ કરતા નથી એવું અહીં કહેવું છે
વાચકત્વ શબ્દને સ્વાભાવિક છે કે સામયિક અર્થાત સાંકેતિક, વગેરે બાબતોમાં તૈયાયિકોને ગમે તેટલા મતભેદ હોય, તોયે વ્યંજકત્વ તે વાચકની પેઠે આવે છે, શબ્દ