________________
હત ૩-૩]
અનુમિતિવાદનું ખંડન [ ૨૮૨ હોય, તો તે એ અર્થના સાચાખેટાપણા વિશે વિવાદ જ ન થાત, જેમ ધુમાડાથી થતા અનિના અનુમાન વિશે નથી થતું.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે: શબ્દમાંથી આપણને જે સમજાય છે તેના બે ભાગ છેઃ એક ભાગ અનુમાનથી સમજાય છે, બીજે સખથી કહેલો હોય છે. આમાં જે ભાગ અનુમાનથી સમજાત હોય છે તે બોલનારની અછારૂપ હોય છે. અને એ ઇરછા પણ બે પ્રકારની હોય છે. એક તો શક્ત અવાજ કરવાની ઈચ્છા, અને બીજી અવાજ મારફતે અર્થ વ્યક્ત કરવાની ઈચ્છા. આ બંને ઈછા આપણે અનુમાનથી જ જાણી શકીએ છીએ. તે આ રીતે? માણસ બોલે છે એ ઉપરથી આપણે સહેજે અનુમાન કરીએ છીએ કે એ અવાજ કરવા માગે છે. એથી વિશેષ એ ઈચ્છાનું મહત્તવ નથી. એ માત્ર એટલું સિદ્ધ કરે છે કે આ બોલનાર સજીવ પ્રાણી છે. જડ દેવ તે કંઈ બોલી ન શકે. હવે માણસ જે શબ્દો ઉચ્ચારે છે તે અર્થવાળા
ય છે, તે ઉપરથી આપણે એવું અનુમાન કરીએ છીએ કે એ લખે મારફતે કોઈક અર્થ પ્રગટ કરવા માગે છે. આ બે ઇરછાઓનું જ્ઞાન આપણને અનુમાનથી થાય છે, પણ એ જે બોલે છે, તેને જે અર્થ છે, તે અનમાનને વિષય નથી હોતો. કારણ, તે તો શબ્દમાં રજૂ થયેલો હોય છે. આ પણ શબ્દમાંથી જે કંઈ સમજાય છે તેના અનુમાનગમ્ય ભાગની વાત. હવે જે ભાગ શબ્દમાં રજૂ થયો છે તેની વાત કરે છે. એના પણ બે ભાગ છે. એક વાચ્ય અને બીજે વ્યંગ્ય. કારણ, માણસ કઈ વાર પોતાને જે કહેલું હોય છે તે સીધેસીધું શબ્દમાં કહી દે છે. એ ભાગ વામ્ય કહેવાય છે. પણ કેટલીક વાર માણસ પોતાનો અર્થ છુપાવવા માટે અથવા તેને સુંદર રીતે રજૂ કરવા માટે સીધેસીધે ન કહેતાં બીજા શબ્દોમાં જુદી રીતે રજ કરે છે અને ત્યારે તે વ્યંગ્ય કહેવાય છે. શબ્દમાંથી પ્રગટ થતો અર્થ વાર્ય હોય કે વ્યંગ્ય હોય, પણ તે અર્થની પ્રતીતિમાં શબ્દ લિંગ તરીકે કામ કરતા નથી અને અર્થ એ અનુમાન નથી. લિંગલિંગીના સંબંધ કરતા શબ્દ અને અર્થનો સંબંધ જુદો જ હોય છે. જ્યારે અમે વા હોય છે ત્યારે શબ્દ અને અર્થ વચ્ચે વાચક–વા સંબંધ હોય છે, અથવા સંકેત–સંકેતિત સંબંધ હોય છે. જ્યારે અર્થ વ્યંગ્ય હોય છે ત્યારે પણ શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ લિંગલિંગીને નથી હોતો, પણ વંજબંને હોય છે. આ શબ્દ અને અર્થના સંબંધને મીમાંસકો અકૃત્રિમ એટલે સ્વાભાવિક માને છે, જ્યારે તૈયાયિકો કૃત્રિમ એટલે કે સાંકેતિક માને