________________
હાનિ પછી
કહે, શું
છે, એટલે
આ
ઉોત ૩-૩૩ ]
અનુમિતિવાદનું ખંડન [ ૨૮* એના જવાબમાં અમારું કહેવું એમ છે કે બે ઘડી માની લઈએ કે એમ છે, તોયે એથી અમારે કંઈ ગુમાવવાપણું નથી. અમે તે એટલું જ કહીએ છીએ કે વાચકત્વ અને ગુણવૃત્તિ ઉપરાંત શબ્દને વ્યંજનાવૃત્તિ નામે એક બીજે વ્યાપાર હોય છે. તમારી વાત સ્વીકારી લઈએ તેયે અમારી વાતને લગારે હાનિ પહોંચે એમ નથી. તમે ભલે વ્યંજકત્વને લિંગ– કહો અથવા કંઈ બીજું કહો, શબ્દના પ્રસિદ્ધ વ્યાપારથી એ જુદું છે, અને એ શબ્દવ્યાપારવિષય છે, એટલે કે એ શબ્દનો વ્યાપાર પણ છે અને વિષય પણ છે, એ વિશે આપણી વચ્ચે મતભેદ નથી. પણ વ્યંજકત્વ સર્વત્ર લિંગત્વ જ હોય છે, અને વ્યંગ્યપ્રતીતિ એ લિંગિપ્રતીતિ જ છે, એ વાત સાચી નથી.
કારણ, દીપ એ ઘટનો વ્યંજક છે, પણ એ કંઈ ઘટનું લિંગ નથી. એટલે કે દીપ ઘરને પ્રકાશિત કરે છે, પણ દીપ ઉપરથી તમે ઘટનું અનુમાન ન કરી શકે. એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં વ્યંજના હેાય છે ત્યાં ત્યાં અનુમાન નથી હોતું. અને એટલે એ બે એક ન હોઈ શકે.
તમે પોતાના મતનું સમર્થન કરવા અમારા વચનને એવો અનુવાદ કર્યો છે કે “વક્તાને અભિપ્રાય વ્યંજનાથી જાણી શકાય છે, એટલે ત્યાં શબ્દનું લિંગ ત્વ જ છેએટલે અમે અમારું કહેવું ફોડ પાડીને સમજાવીએ છીએ; સાંભળે. શબ્દને વિષય બે પ્રકારને હેય છેઃ (૧) અનુમેય; અને (૨) પ્રતિપાદ્ય તેમાં અનુમેય વિવક્ષારૂપ હોય છે. વિવફા બે પ્રકારની હોય છેઃ (૧) શબ્દના સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા, અને (૨) શબ્દ વડે અર્થને પ્રગટ કરવાની ઈચ્છા. એમાંની પહેલી શબ્દવ્યવહારનું અંગ નથી બનતી, એ તો માત્ર, બોલનાર, પ્રાણી છે, એટલું જ સિદ્ધ કરે છે જ્યારે બીજી શબ્દવિશેષની પસંદગીમાં કારણભૂત બની અટકી જાય છે – પણ એ વ્યવહિત હોવા છતાં શબ્દ જેનું સાધન છે એવા વ્યવહારનું કારણ બને છે. એ બંને ઈચ્છાઓ શબ્દોને અનુમેય વિષય છે.