________________
૨૮૨ ] તૈયાયિકેને મત વ્યંજનાને અનુકૂળ
[[ધ્વન્યાલો સિવાય બીજે પણ સાધારણ ભાવે જોવા મળે છે, અને લેકોમાં પ્રસિદ્ધ છે, એટલે એને વિશે મતભેદને અવકાશ નથી. અલૌકિક પદાર્થોની બાબતમાં જ નૈયાયિકોના પુષ્કળ મતભેદ જોવા મળે છે, પણ લૌકિક પદાર્થોની બાબતમાં તેમ નથી હતું. આ વસ્તુ નીલ છે કે મધુર છે, એવી બધા લોકોને ઈન્દ્રિયગેચર થતી અને બાધારહિત વસ્તુ વિશે મતભેદ જોવામાં આવી નથી. બાધારહિત ની લને નીલ કહીએ, તો તેને વિરોધ કરી કેઈ એમ નથી કહેતું કે રૂપે નીલ નથી, એ તે પીળું છે. તે જ પ્રમાણે, વ્યંજકત્વ પણ વાચક ફાદોના તેમ જ ગીતધ્વનિ વગેરે અવાચક શબ્દના તથા ચેષ્ટાદ્રિ અશબ્દ પદાર્થોના ધર્મરૂપે સર્વને અનુભવસિદ્ધ છે, એટલે તેને કોણ ઈન્કાર કરી શકે ?
| શબ્દમાં ન મૂક્યા હોય એવા રમણીય અર્થોનું સૂચન કરનાર જાતજાતની ઉક્તિઓ અને ક્રિયાઓ છંદોબદ્ધ રીતે અને ગદ્યમાં, વિદ્વાનોની પરિષદમાં પ્રજાતી જોવામાં આવે છે. તે પિતાની મશ્કરી કરાવવા ન ઈચ્છતો હેય એ છે કે સાહુદય તેને અસ્વીકાર કરે? અનુમતિવાદનું ખંડન
અહીં કદાચ કોઈ તાર્કિક એ વાંધો ઉઠાવે કે વ્યંજકત્વનો અસ્વીકાર થઈ શકે એમ છે. શબ્દનું વ્યંજકત્વ એ તે ગમકત્વ એટલે કે બીજા અર્થનો બંધ કરાવવાની શક્તિ જ છે, અને તે તે લિંગ જ છે. એટલે વ્યંગ્યની પ્રતીતિ એ લિંગીની પ્રતીતિ જ છે. અને એ રીતે તમે જેને વ્યંગ્યવ્યંજકભાવ કહે છે, તે લિંગિ-લિંગભાવ જ છે, એનાથી કઈ રીતે જુદે નથી મતલબ કે વ્યંગ્યપ્રતીતિ એ અનુમાનજ્ઞાન જ છે વળી, તમે પણ કહ્યું જ છે કે વ્યંજનાનો આધાર વક્તાના અભિપ્રાય પર હેય છે, અને એ અભિપ્રાય તે અનુમાન જ હોય છે.