________________
૨૨૬] વિધી સે કે રસાગેને પ્રધાન રસનાં અંગ બનાવવા વિન્યાલક પ્રકારમાં, પરસ્પરવિરોધી રસી પ્રસ્તુત રસનાં અંગ શી રીતે બને છે, તે બતાવે છે. વિરોધી રસે કે રસાંગોને પ્રધાન રસનાં અંગ બનાવવાં
વિરોધી રસાંગને આ એક બીજી રીતે પણ પ્રસ્તુત રસનું અંગ બનાવી શકાય છે ઃ બે પરસ્પરવિરોધી રસેને કે ભાવને, અધિકારી હોવાને કારણે એક જ પ્રધાન વાકયાર્થરૂપ રસનાં અંગ બનાવી દેવામાં આવે, તો પણ તેમના વર્ણનમાં દોષ આવતા નથી, જેમ કે –
તરતના જ અપરાધી કામી જેવો શંભુનાં બાણને અગ્નિ તમારી પાપને બાળી મૂકે, જે અગ્નિને (ત્રિપુરની) કમળ જેવી આંખોવાળી યુવતીઓ તરફથી, હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવામાં આવતો નથી, અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આમાં પ્રધાન વાકયાર્થ ત્રિપુરારિના પ્રભાવની અધિકતા છે, અને કરણ અને શૃંગાર એ બે પરસ્પરવિરોધી રસો તેનાં અંગ બની તેને મદદ કરે છે, તેથી તેમનું વર્ણન અહીં દેષરૂપ બનતું નથી.
હવે અહીં કેાઈ એમ પૂછે કે અહીં વિરોધ કેમ થતો નથી, તે તેને જવાબ એ છે કે એ બંને બીજા (મુખ્ય ૨સ ભક્તિ) ના અંગરૂપે નિરૂપાયા છે માટે. હવે જે કઈ એ પ્રશ્ન કરે કે બીજાના અંગ બને એથી જે રસ સ્વભાવથી જ વિરોધી છે તેમને વિરોધ શી રીતે મટી જાય, તો કહેવાનું કે વિધિ અંશમાં વિરોધી તને સમાવેશ કરવામાં દોષ છે, પણ અનુવાદ અંશમાં તેમનો સમાવેશ કરવામાં દોષ નથી. જેમ કે –
આવ“જા', “પડ”, “ઊભે થા”, “બેલ', “મૂ મર” – એ રીતે આશારૂપી ગ્રહથી ઘેરાયેલા યાચકોને રમકડાં બનાવી ધનવાને રમે છે.”