________________
૨૫૨] વૃત્તિઓનું વિવેચન
[ ધ્વન્યાલ સહદયને તથા અસહૃદયને પણ રસાદિની પ્રતીતિ પણ થવી જ જોઈએ. પણ એમ તે થતું નથી. અને એ અમે પહેલા ઉદ્યોતમાં બતાવી ગયા છીએ.
ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે એ અર્થ (રસાદિરૂપ પ્રતીયમાન અર્ચ) કેવળ - શબ્દાર્થશાસનના જ્ઞાનથી જાણી શકાતો નથી. એ તે ફક્ત કાવ્યર્થતત્વો જ જાણી શકે છે (૧-૭).
અહીં પ્રતિપક્ષી એ વાંધો ઉઠાવે છે કે તમે જે એમ કહે છે કે ગુણી અને ગુણનું જ્ઞાન સૌ કોઈને નિયમ તરીકે થાય જ છે, તે વાત બધા દાખલામાં સાચી નથી. ગાય અને તેના ગૌરવની બાબતમાં એ સાચી છે, પણ રન અને તેની શ્રેષ્ઠતાની બાબતમાં એ સાચી નથી. જેને જેને રનનું જ્ઞાન થાય છે તે સૌને તેની શ્રેષ્ઠતાનું પણ જ્ઞાન થાય જ છે એવું નથી. રનની શ્રેષ્ઠતા તો અમુક રત્ન પારખુઓને જ થાય છે, જેમ વિભાવાદિ પરથી રસની પ્રતીતિ અમુક સહૃદયોને જ થાય છે. આમ, કથાશરીર અને રસાદિ વચ્ચે ગુણગુણી સંબંધ છે એમ કહેવું જ યોગ્ય છે. એને જવાબ આપવા હવે વૃત્તિમાં કહે છે કે
જો તમે એમ માનતા છે કે રાની ઉત્તમતાની પેઠે વાગ્યાની રસાદિરૂપતા પણ વિશેષ જ જાણી શકે છે, તે એ બરાબર નથી. કારણ, જે એમ હોય તે જેમ જે રત્ન ઉત્તમ રત્ન તરીકે પ્રતીત થાય છે, તેની ઉત્તમતા તેની રત્નસ્વરૂપતાથી જુદી પ્રતીત થતી નથી, તેમ રસાદિઓ પણ વિભાવાદિથી જુદા પ્રતીત થવા ન જોઈએ. પણ તેમ થતું નથી. કેઈને એમ નથી લાગતું કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓ એ જ રસ છે. પણ રસાદિની પ્રતીતિ વિભાવાદિની પ્રતીતિ થયા વગર થતી નથી, એટલે એ બે વચ્ચે આપણે કાર્યકારણુભાવ માનવે જોઈએ અને તે એ બે વચ્ચે કમ અવશ્ય હે જ જોઈએ. પણ તે એટલો સૂક્ષ્મ હોય છે કે ધ્યાનમાં આવતું નથી અને તેથી અમે કહ્યું છે કે સાદિ અસંલયેકમ વ્યંગ્ય જ હોય છે. .