________________
હશે -૩)
પદાર્થ વાકયાઈ જાય લાગુ ન પડે અs છે, એમ સ્વીકારવું પડશે. જેમ વટ તૈયાર થતાં તેનાં ઉપાદા કારની અલગ પ્રતીતિ થતી નથી, તે જ રીતે, વાક્યની અથવા તેના અર્થની પ્રતીતિ થતાં, પદની અને તેના અર્થની અલગ પ્રતીતિ થતી નથી. તેમની જે એવી અલગ પ્રતીતિ થતી હેત તે તો આખા વાકથના અર્થની પ્રતીતિ જ ન રહે. વળી, એ ન્યાય વાચ્યાર્થી અને વ્યંગ્યાર્થીને લાગુ પડતો નથી. વ્યંગ્યાર્થીની પ્રતીતિ થતાં વાચ્યાર્થ દૂર નથી થઈ જતે, કારણ, વાચ્યા સાથે વ્યંગ્યાર્થ–પ્રતીતિ અવિનાભાવે સંકળાયેલી છે. અહી થપ્રદીપન્યાય છે.
એટલે એ બેને સંબંધ ઘટપ્રદીપના સંબંધ જેવું છે. જેમ પ્રદીપ વડે ધટની પ્રતીતિ થતાં પ્રદીપને પ્રકાશ નાશ પામતો નથી, તેમ વ્યંગ્યાથેની પ્રતીતિ થતાં વાચ્યાર્થીનો બાધ નાશ પામત નથી પહેલા ઉદ્યોતમાં અમે જે એમ કહ્યું છે કે “જેમ પદાર્થ એટલે કે શબ્દના અર્થ દ્વારા વાકષાર્થની પ્રતીતિ થાય છે, તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાગ્યાથેની પ્રતીતિ મારફતે જ થાય છે, તે પદાર્થ વાગ્યાથની પ્રતીતિમાં ઉપાયરૂપ હોય છે એટલું જ સામ્ય સૂચવવા માટે છે, (એ સમાનતા આગળ -જતી નથી).
અહીં કદાચ કોઈ એમ કહે કે તે તે વાક્યના એક સાથે બે અર્થે થયા, અને એમ થતાં વાક્યનું વાકયત્વ જ ન રહ્યું. કારણ, વાક્યનું લક્ષણ જ એ છે કે તેને એક જ અર્થ હાય પણ એનો જવાબ એ છે કે એ કંઈ દોષ નથી. કારણ, એ બેમાંથી એક અર્થ પ્રધાન હોય છે અને બીજે ગૌણ છેષ છે. કોઈ વાર વ્યંગ્ય પ્રધાન હોય છે અને વાય ગૌણ હેય છે, તે કોઈ વાર વાચ્ય પ્રધાન હોય છે અને વ્યંગ્ય ગૌણ હોય છે. જ્યારે વ્યંગ્ય પ્રધાન હોય છે ત્યારે વનિ કહેવાય છે, અને વાગ્ય પ્રધાન હોય છે, ત્યારે બીજો પ્રકાર (ગુણીતબંખ્ય ગણાય છે, એમ હવે પછી દર્શાવવામાં આવશે.