________________
હોત ૩-૩૩ ]
અભિધાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૭૫ તેમને ધ્વનિ કહેવા એ જ યુક્તિસંગત છે. આમ, અવિવક્ષિતવાય ધ્વનિના બંને ભેદે માં લક્ષણ વ્યંજનારૂપ વિશેષથી વ્યાપ્ત હોય છે, એટલે તે સહૃદયને આનંદ આપનારી થાય છે, પણ એ અને વ્યંજના એકરૂપ નથી. પ્રતીયમાનની પ્રતીતિમાં એ કારણ નથી. કારણ, બીજા દાખલાઓમાં (જેમ કે “માણવક તો આગ છે” વગેરેમાં) એ ચારુત્વરૂપ વ્યંજના વગરની પણ જોવામાં આવે છે. આ બધું પહેલાં સૂચવાઈ ગયું છે, છતાં સમજ વધારે સ્પષ્ટ થાય માટે ફરીથી કહ્યું છે.
અહી કહેવાનો મુદ્દો આ લે છે કે જ્યાં લક્ષણ ચાસવરૂપ વ્યંગ્યાર્થીની પ્રતીતિમાં કારણ બનતી હોય છે ત્યાં એમાં વ્યંજના ભળેલી હોય છે, અને ત્યાં જે ચાર પ્રતીત થાય છે, તે એ વ્યંજનાને કારણે થતું હોય છે, નહિ કે લાણાને. કારણ, લક્ષણ તો બીજા દાખલાઓમાં ચારૂવરૂપ વ્યંજના વગરની પણ જોવા મળે છે. આમ, એ લક્ષણ અવિવલિતવાચ અવનિથી જુદી જ છે. અભિધાથી વ્યંજનાની ભિન્નતા
વળી, શબ્દાર્થને વ્યંજકત્વરૂપ જે ધર્મ છે, તે વાગ્યવાચકભાવરૂપ પ્રસિદ્ધ સંબંધને અનુસરે છે, એ વિશે કોઈના મતભેદને અવકાશ નથી. શબ્દ અને અર્થને વાવાચકભાવ નામે જે પ્રસિદ્ધ સંબંધ છે, તેને અનુસરીને જ વ્યંજકત્વરૂપ વ્યાપાર, બીજી સામગ્રી સાથેના સંબંધને લીધે પાધિક બનીને પ્રવર્તતે હોય છે.
એથી એ અનિધાથી જુદી પડે છે. અનિધા તે બાળક અર્થ સમજતે થાય ત્યારથી શબ્દ સાથે અવિનાભાવે સંકળાચિલી હાઈ એને આત્માની પેઠે નિયત હોય છે. પણ વ્યંજના એવી નિયત નથી દેતી. કારણ, તે ઔપાધક હોય છે અને પ્રકરણ વગેરેથી વિશિષ્ટ થાય છે, ત્યારે જ તેની પ્રતીતિ થતી હોય છે, નહિ તો નથી થતી.
અહીં વાચવાચકભાવથી એટલે કે અભિધાથી વ્યંજનને ભેદ બીજી રીતે દર્શાવે છે. શબ્દાર્થનો વાચવાચકભાવ તો નિયત છે, નિને છે. પણ વ્યંજવ તો પાધિક ધર્મ છે. પાષિક એટલે કે ઉપાધિને લીધે