________________
હત ૩-૩૩ ] મીમાંસકોએ પણ વ્યંજના રવીકારવી રહી [ ૨૦૦ વ્યંજક તરીકે વપરાય હોય, તેની બાબતમાં તો એ વ્યંજકત્વ અચૂક પોતાનું કામ બજાવે જ છે.
આ ભાગ બરાબર સમજવા માટે આપણે થોડી ન્યાયની પરિભાષા સમજી લેવી જોઈશે આપણે ધુમાડે જોઈને અગ્નિનું અનુમાન કરીએ છીએ. એટલે ધુમાડે એ લિંગ કહેવાય અને અગ્નિ એ સાધ્ય અથવા લિંગી કહેવાય. લિંગ એટલે અનુમાનનું સાધન. આપણે ધુમાડે તે અનેક વાર જોતા કેઈએ છીએ, પણ તે દરેક પ્રસંગે એ લિંગ તરીકે કામ કરતો નથી હોતે.
જ્યારે આપણે અનુમાન કરવાની ઇરછા કરીએ છીએ ત્યારે ધુમાડો લિંગ બને છે. તે સિવાય એનામાં અગ્નિનું અનુમાન કરાવવાની શક્તિ હોવા છતાં, એ શક્તિ પ્રગટ થતી નથી એ પ્રગટ થવાને આધાર એને જોનારની પ્રા ઉપર છે. એ જ રીતે શબ્દમાં વ્યંજક બનવાની શક્તિ તો હોય છે, પણ તેને આધાર ઉપાધિઓ ઉપર છે; ઉપાધિઓ ઉપસ્થિત થતાં જ વ્યંજકત્વ વ્યાપારમાં આવે છે, ત્યાં સુધી એની પ્રતીતિ થતી નથી. અને એક વાર એ ઉપાધિઓ ઉપસ્થિત થાય છે એટલે એ અચૂક વ્યંગ્યાથને બંધ કરાવે છે.
વ્યંજકત્વ શબ્દમાં નિયત નથી એટલે જ એને વાચકત્વને એક પ્રકાર ગણી ન શકાય. કારણ, વાચકવ તો નિયત છે.
જે વ્યંજને વાયકત્વનો પ્રકાર માનીએ તો તે એ પણ વાવની પેઠે શબ્દમાં નિયતભાવે રહે છે એમ માનવું પડે.
પણ એ શક્ય નથી. કારણ, પ્રકરણદિના સહકારથી જ એ વ્યાપારમાં આવે છે. આમ, વાચકવ અને વ્યંજકત્વ ભિન્ન છે. મીમાંસકોએ પણ વ્યંજના રવીકારવી રહી
મીમાંસકોએ પણ વ્યંજકત્વ નામનો શબ્દને ઔપાધિક ધર્મ માનવે જ રહ્યો. કારણ, તેઓ એમ માને છે કે શબ્દને અને અર્થને સંબંધ નિત્ય છે, એટલું જ નહિ, પૌરુષેય અને અપૌરુષેય વાક્યો વચ્ચે પણ ભેદ છે. એ લોકો જે શબ્દનો
ઔપાહિક ધર્મ ન સ્વીકારે તો તે શબ્દ અને અર્થને સંબંધ નિત્ય હાઈ, અપૌરુષેય અને પૌરુષેય વાકયમાં અર્થ પ્રતિ- પાદનની બાબતમાં કોઈ ભેદ ન રહે. પણ જો તેઓ ઍજેના