________________
ત -૩૦] ગુણાતિ અને લક્ષણથી વંજનાના ભિન્નતા [e
આમ, ગુણવૃત્તિ અને વ્યંજનાના સ્વરૂપમાં ત્રણ રીતે ભેદ છેઃ (૧) બંજનામાં શબ્દની શક્તિ બાધિત નથી થતી, લક્ષણમાં થાય છે. મુખ્યા ખાધ એ લસણની પહેલી શરત છે. (૨) વ્યંજનામાં સંકેતનો ઉપયોગ નથી, જ્યારે લક્ષમાં મુખ્યાર્થ બાધ માટે મુખ્યર્થ જાણવો પડે છે અને તે સંતને આધારે જ જાણી શકાય છે. (૩) વ્યંજનાથી પ્રાપ્ત થતા અર્થ વાચાર્યની સાથોસાથ તેનાથી જુદે રૂપે પ્રતીત થાય છે, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ એકરૂપ થઈ જાય છે. આ ત્રણ રીતે વ્યંજના અણતિથી જુદી પડે છે.
ગુણવૃત્તિ અને વ્યંજનાને વિષયભેદ પણ સ્પષ્ટ જ છે. વ્યંજનાના વિષય ત્રણ છેઃ (૧) રસાદિ, (૨) અલંકારો, અને (૩) વ્યંગ્ય વસ્તુ એમાંથી રસાદિની પ્રતીતિ ગુણવૃત્તિી થાય એમ કઈ કહેતું નથી, તેમ કહી શકે એમ પણ નથી. વ્યંગ્યાલંકારની પ્રતીતિનું પણ એવું જ છે. વસ્તુની ચારુતાની પ્રતીતિ માટે કવિ વાગ્યથી બીજી રીતે જેની પ્રતીતિ કરાવવા ઇચ્છતા હોય છે, તે વ્યંગ્ય કહેવાય છે. એ બધો અર્થ લક્ષણામાં સમાઈ શકતો નથી. કારણ, લક્ષણા તે વ્યવહાર અને પ્રસિદ્ધિ એટલે કે રૂઢિને આધારે પણ થતી જોવામાં આવે છે, એ પહેલાં કહેવાઈ ગયું છે. (જુએ ઉદ્યોત ૧ લે કારિકા ૧૪ ઉપરની વૃત્તિ). અને જ્યાં ગુણવૃત્તિને વિષય હોય છે, ત્યાં વ્યંજનાને અનુપ્રવેશ હોય છે.
એટલે કે જયાં પ્રજનવતી લક્ષણ હોય છે, ત્યાં બંગાર્થ હોય છે, એટલે તેને અવનિ કહી શકાય, પણ તેનું કારણું લક્ષણાવત્તિ નથી હોતું, પણ વ્યંજનાવૃત્તિ હોય છે. ત્યાં પણ લક્ષણનું પ્રયોજન વ્યંજનાથી જ સમજાય છે, અને તેને લીધે જ ચાસ્તા આવતી હોય છે.
આમ, લક્ષણાથી પણ વ્યંજના બિલકુલ ભિન્ન છે. અનિષા અને લક્ષણા એ બંનેથી જુદી હોવા છતાં વ્યંજના એ બંનેને આશ્રયે રહેલી હોય છે. | વ્યંજના કોઈ વાર અભિધાને આધારે હેલી હોય છે, જેમ કે, વિવક્ષિતા પરવાચ્ય વનિમાં તો કોઈ વાર હાથને