________________
લોત ૩-૩૩ ]
વ્યંજનાને વિષયભેદ ૨૬૩ એ નિમિત્ત છે. આમ, એ લોકો પણ પદાર્થને વાક્ષાર્થને ઉપાય જ માને છે. વૈયાકરણે પણ પદાર્થને વાકષાર્થને ઉપાય જ માને છે. આમ, આ ત્રણે તેને સામાન્યરૂપે પૂર્વપક્ષ તરીકે રજૂ કર્યા છે.
હવે સિદ્ધાંની આ પૂર્વ પક્ષને જવાબ આપવાનું શરૂ કરે છે – વ્યંજનાને વિષયભેદ * આ બાબતમાં અમારું કહેવું એવું છે કે જ્યાં કેઈ શબ્દ “પિતાને મુખ્ય અર્થ વ્યક્ત કર્યા પછી બીજે અર્થ વ્યક્ત કરતો હોય, ત્યાં એના પિતાના અર્થનો અને બીજા અર્થને બેધ કરાવનાર વ્યાપારમાં કંઈ ભેદ હોય છે કે નહિ ? એ બે વ્યાપારમાં કોઈ ભેદ નથી, એ વાત તે ટકી શકે એમ જ નથી; કારણ, એ બંને વ્યાપારના વિષયો અને તેમનાં સ્વરૂપ પણ ભિન્ન છે. દા. ત., શબ્દના વાચકવરૂપ વ્યાપાર એટલે કે અભિધાશક્તિનો વિષય શબ્દનો પેતાનો અર્થ જ છે, જ્યારે
મકવરૂપ વ્યાપાર એટલે કે વ્યંજનાશક્તિને વિષય, તે સિવાયનો અર્થ હોય છે. વાચ્યાર્થ એ શબ્દને પિતાને અર્થ છે. અને વ્યંગ્યાથે એ પારકો અર્થ છે, એ વાત છુપાવી શકાય એમ નથી, કારણ, એકની પ્રતીતિને શબ્દની સાથે સંબંધ છે, જ્યારે બીજા ની પ્રતીતિને શબ્દ સાથે સંબંધ ધરાવતા અર્થ સાથે સંબંધ છે. વાચ્યાર્થીને સાક્ષાત્ શબ્દ સાથે સંબંધ છે, જ્યારે બીજા અને તે, તે અભિધેયસામર્થથી કહેતાં અર્થ શક્તિથી આક્ષિત કહેતાં વ્યંજિત થતો હેઈ, સંબંધી (અર્થ) સાથે સંબંધ છે. તેને જે શબદ સાથે સીધો સંબંધ હોય તે તે બીજો અર્થ (અર્થી તર) કહેવાત જ નહિ, એટલે બે વ્યાપાર વચ્ચેનો વિષયભેદ તે સુપ્રસિદ્ધ જ છે. • વ્યંજનાને વરૂપભેદ. : રૂપભેદ પણ પ્રસિદ્ધ જ છે. કારણ, અભિધાશક્તિ અને
વગમનશક્તિ એક નથી કારણ, અવાચક ગીતાદિ શદે પણ ૨સાદિ અર્થનું અવગમન કરાવે છે, એવું આપણે જોઈએ છીએ. વળી, અશબ્દ એવી ચેષ્ટા વગેરે પણ અર્થવિશેષને પ્રગટ