________________
વોટ ૩-૩૩ ]
રસ અકમ નથી, અસલફ્યુમ છે [ ૨૫૦: લોચનાકારના ગુરુએ આ ભાગ આ પ્રમાણે સમજાવ્યો છેઃ જે ૨સાદિને વાયના ધર્મ અથવા ગુણ માનવામાં આવે, તો તે કાં તે રૂ૫ જેવા હશે અથવા રત્નની ઉત્તમતા જેવા હશે. રૂ૫ વગેરે જેવા તે હાઈ જ ન શકે, કારણું, જે રૂ૫ વગેરે જેવા હોય તો તો તેમની પ્રતીતિ સૌ કઈને થવી જોઈએ, જે થતી નથી. રત્નની ઉત્તમતા જેવા પણ ન હોઈ શકે. કારણ, ઉત્તમતા અને રત્નત્વ બંને અભિન્ન રૂપે પ્રતીત થાય છે, પણ રસાદિ અને વાયાર્થ અર્થાત વિભાવાદિ કંઈ અભિનરૂપે પ્રતીત થતા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે રસાદિ બંને પ્રકારના ગુણ કરતા જુદા છે. જેમ ઉત્તમતા રત્નથી જુદી નથી રહેતી, તેમ ગૌરવ પણ તેના આશ્રય ગાય વગેરેથી જુદું નથી રહેતું. પણ રસાદિને વિભાવાનુભાવ વગેરે સાથે એ અવિચ્છેદ્ય સંબંધ નથી. એટલે રસાદિને કથાવસ્તુ સાથે સંબંધ ગુણ-ગુણીના જે હોઈ શકે નહિ. એટલે એ સંબંધ જીવ અને શરીરના સંબંધ જે છે એમ જ માનવું જોઈએ. પણ એની સામે પ્રતિપક્ષીને મે વાંધો એ આવે છે કે જીવ અને શરીર જુદાં સંભવે છે પણું કથાશરીર અને રસ જુદાં સંભાવતાં નથી. કથાને અને રસને બોધ એકી વખતે જ થાય છે (ક્રમ વગર) એવું તો તમે પણ કહે છે. એનું નિરસન
આ પહેલા કરવામાં આવ્યું જ છે અને તે એ કે વિભાવાદિ અને રસ વચ્ચે અવિચ્છેદ્ય સંબંધ છે જ નહિ. વિભાવાદિ એ જ રસ છે એમ કોઈ સમજતું જ નથી. પણ વિભાવાદિની પ્રતીતિ થયા વગર રસાદિની પ્રતીતિ થતી નથી એટલે એ બે વચ્ચે કારણકાર્યભાવને સંબંધ માનવો જ રહ્યો. અને કારણ કાર્યને સંબધ માને એટલે એ બે વચ્ચે ક્રમ માનવે જ પડે. પણ એ ક્રમ એટલો તો અ૯૫ હોય છે કે લક્ષમાં આવતું નથી અને માટે જ અમે રસાદિની પ્રતીતિને અસંલયક્રમવ્યંગ્ય કહી છે. રસ અક્રમ નથી, અસલક્ષ્યક્રમ છે.
અહીં પ્રતિપક્ષી એક પ્રશ્ન એવો ઉપસ્થિત કરે છે કે –
પ્રકરણ વગેરેની મદદથી શબ્દ જ એકી સાથે વાગ્ય અને વ્યંગ્ય અર્થની પ્રતીતિ કરાવે છે, તે પછી એમાં ક્રમની કલ્પના શા માટે કરવી? વળી, શબ્દના વાગ્યાથેની પ્રતીતિ જ કંઈ વ્યંજકતાનું કારણ નથી. કેમ કે ગીત વગેરેના કેવળ શબ્દોથી પણ રસાભિવ્યક્તિ થાય છે. અને (ગીતના