________________
૨૫] રસ અકમ નથી, અસ લક્ષ્યક્રમ છે
[ વન્યાલક શ્રવણ અને રસાભિવ્યક્તિ) વચ્ચે વાગ્યાથને બંધ થત નથી હોતે.
આના જવાબમાં સિદ્ધાંતી કહે છે –
આ બાબતમાં અમારું કહેવું એ છે કે શબ્દ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિને વ્યંજિત કરે છે, એ વાત અમને માન્ય જ છે. પણ તે વ્યંજકતા કઈ વાર શબ્દ (અવાજ) ના પિતાના સ્વરૂપને કારણે હોય છે (જેમ કે સંગીતમાં), તો કોઈ વાર તેમની વાચકશક્તિને કારણે હેય છે (જેમ કે કાવ્યમાં). એમાં. જ્યાં શબ્દોની વાચકશક્તિને કારણે વ્યંજકતા હોય ત્યાં જે વચમાં વાયર્થની પ્રતીતિ વગર જ શબ્દોના સ્વરૂપની પ્રતીતિમાત્રથી તે સધાય છે એમ માને, તો તે ત્યાં વ્યંજકતા વાચકશક્તિને કારણે નથી એમ જ કહેવું પડે. પણ જે વ્યંજકતા વાચકશક્તિને કારણે છે એમ માનીએ, તે ત્યાં નિયમ તરીકે વાયાર્થીની પ્રતીતિ કરતાં યંગ્યાર્થીની પ્રતીતિ પાછળથી થાય છે, એમ માનવું જ રહ્યું એ ક્રમ જે સૂક્ષ્મ હે વાને કારણે ધ્યાનમાં ન આવતું હોય તે શું થઈ શકે?
જે વાગ્યાથેની પ્રતીતિ વગર જ શબ્દ પ્રકરણાદિની મદદથી રસાદિની પ્રતીતિ કરાવી શકતો હોય, તો તે જેમણે પ્રકરણજ્ઞાન મેળવી લીધું છે, પણ જેમને શબ્દના અર્થનું જ્ઞાન નથી, એવા વાચકોને પણ કેવળ કાવ્યના શ્રવણ માત્રથી રસાદિની પ્રતીતિ થવી જોઈએ (જે થતી નથી ). વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ સાથોસાથ જ થાય છે એમ જે માનીએ, તો વાયાર્થીને કશે ઉપયોગ જ રહેતો નથી; અને વાવાર્થને ઉપગ છે એમ માનીએ તો વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ એકીસાથે થાય છે એમ કહી ન શકાય.
કારણ, જે વસ્તુ ઉપયોગી હોય એટલે કે અમુક કાર્ય સિદ્ધ કરવામાં કામમાં લેવાની હેય, તે પહેલી આવવી જ જોઈએ. જો વાચાર્ય વ્યંગ્યાર્થિની પ્રતીતિમાં ઉપયોગી હેય, એટલે કે એના દ્વારા જ વ્યંગ્યાર્થ પમાતો હેર