________________
૫૬ ] રસ આમ નથી, અવશ્યકમ છે
. [ બન્યા હેય છે; વળી, સંઘટનાઓ રસનિષ્પાદક હોય છે અને તેમનું ફળ નિશ્ચિત હોય છે તથા તેમની ક્રિયા શીવ્રતાથી થતી હોય છે.
આ વાક્ય આપણે લોચનની મદદથી વિગતે સમજી લઈએ. એમાં પહેલી વાત એ કહી છે કે શબ્દની બે શક્તિઓ – અભિધા અને અંજનાવચ્ચેનો ક્રમ લક્ષમાં આવતો નથી. કથાં લક્ષમાં નથી આવતો? તે કે ૨ક્ષાદિની બાબતમાં. રસાદિ કેવા ? તે કે બીજા વાગ્યાર્થથી વિલક્ષણ એટલે કે જુદા જ. એમની વિલક્ષણતા એ છે કે એ કદી વાચ્ય બનતા નથી. સાદિ સિવાયના બીજા વ્યંગ્યાથે પણ જેમ કે વસ્તુરૂપ અથવા અલંકારરૂપ “માર્યો પણ વાચ્ય બની શકે છે, અને તેમના બોધમાં કમ લક્ષમાં આવતો હોય છે, અને માટે તેમને સંલક્ષ્યક્રમ વ્યંગ કહે છે. રસાદિ પણ વાયથી જુદા હોય છે, એટલે ક્રમ તો હોવો જ જોઈએ, ૫ણ રસારિ વ્યંગ્યાર્થ, વાગ્યાને વિરોધી નથી હોતો એટલે તેમાં એ ક્રમ ધ્યાનમાં નથી આવતો. કેમ નથી આવતા એનું કારણ બતાવતાં કહે છે કે સંઘટના એટલે કે માધુર્યાદિ ગુણોવાળી સંધરના રસાદિની પ્રતીતિ કરાવતી હોય છે. તેમનું કામ જ એ છે. વળી, તેમનું ફળ નિશ્ચિત હોય છે. જેમ કે માધુર્ય, વાળી સંધટના શૃંગારાદિની પ્રતીતિ કરાવે, જે ગુણવાળી સંઘટના રીદ્રાદિની પ્રતીતિ કરાવે, વગેરે. કહેવાની મતલબ એ છે કે કાવ્યમાં માધુર્યાદિ મુણો તો હોય જ છે, અને તેમાં તે ગુણને અનુરૂપ સંધટના વાપરવામાં આવી હોય છે, એટલે તેને પરિણામે અનુરૂપ રસાદિની પ્રતીતિ થાય છે. માટે કમ લક્ષમાં આવતું નથી. અહીં એવો પ્રશ્ન પૂછી શકાય કે સંધટનાનું તમે કહે છે તેવું હશે, પણ તેને ને ક્રમ લક્ષમાં આવવા ન આવવાને શે સંબંધ છે? તે એના જવાબમાં કહે છે કે એ સંધટનાઓ “આશુભાવિની', શીઘ્રતાથી ભાવન કરાવવાવાળી હોય છે. એનો અર્થ એ થયો કે સંઘના વાચપ્રતીતિના સમયની રાહ જોયા વગર જ શીઘ્રતાથી રસાદિનું આસ્વાદન કરાવે છે.
ઉપર જે કહ્યું તેનો અર્થ એ છે કે પદ વાકય વગેરેની પેઠે ઘટના પણ રસાદિની વ્યંજક હેાય છે. ઘટના એટલે અમુક પ્રકારની રસાનુકુળ વર્ણયોજના, જેમ કે, કેમલ વર્ણ યોજના અંગારાદિને અને કઠેર વર્ણયોજના રૌદ્રાદિને અનુકૂળ હોય છે. વર્ષે રસાદિની વ્યંજના કરવામાં અર્થની અપેક્ષા રાખતા નથી. કામળ વણે સાંભળતાં જ આપણા ચિત્તમાં રસનું સહેજ રફુરણ શરૂ થાય છે અને તે પાછળથી શબ્દનો અર્થ સમજાતાં