________________
હોત ૩-૩૩ ]
અનુરણનરૂપ વ્યંગ્યમાં કમ સંલક્ષ્ય [ ૨૫૯ પ્રતીતિ વચ્ચે પર્વા કહેતાં ક્રમ નક્કી જ છે. આવા દાખલાએમાં વ્યંગ્ય અલંકારાદિની પ્રતીતિ આર્થી હોવા છતાં, બંને . સાથે જોડાઈ શકે એવા શબ્દના સામર્થ્યથી થતી હેઈ, તેને શબ્દશક્તિમૂલ માનવામાં આવે છે.
આનું ઉદાહરણ આ જ ઉદ્યોતની પહેલી કારિકાની વૃત્તિમાં નીચે પ્રમાણે આવી ગયું છે:
“ જો દવે મને યાચકોની વાંછા પૂરી કરવા માટે સમર્થ ન બનાવ્યો, તે માર્ગમાં સ્વચ્છ પાણીથી ભરેલું તળાવ અથવા જડ કૂવો કેમ ન બનાવ્યો ?”
એમાં “જડ' વિશેષણ કુવા ની તથા એ માણસની એમ બંનેની સાથે જેડી શકાય એવું છે, પણ અહીં “જે' વગેરે કઈ વાચક શબ્દ વપરાયેલે નથી, તેથી ઉપમા અલંકાર અર્થ સામર્થથી જ વ્યંજિત થાય છે. આમ, અહીં વાર્થ અને ઉપમા અલંકારરૂપ વ્યંગ્યાથની પ્રતીતિમાં ક્રમ સ્પષ્ટ જોઈ શકાય છે. '
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે તમે ઉપર શબ્દશક્તિમૂલ અનુરણન: વ્યંગ્ય નિનાં જે ઉદાહરણ આપ્યાં, તેમાં બંગ્યાર્થ–પ્રતીતિને શબ્દ શક્તિમૂલ કહી છે, છતાં ત્યાં અલંકાર અર્થશકિતથી વ્યંજિત થાય છે, એમ કહી છે, એ માં વિરોધ નથી ? એનું નિરાકરણ કરવા કહ્યું છે કે અલંકારની વ્યંજના અર્થશક્તિથી થાય છે, પણ તે થઈ શકે છે એનું કારણે બંને અર્થે થઈ શકે એવા જ શબ્દનો ઉપયોગ છે. જે ત્યાં જઈને બદલે બીજો કેઈ શબ્દ હોત તો એમ ન થઈ શકત. એટલે જ્યાં શબ્દ બદલવાથી બીજે અર્થ ન થઈ શકે ત્યાં શબદશક્તિમૂલ અને જ્યાં શબ્દ બદયા છતાં બીજો અર્થ થઈ શકે ત્યાં અર્થશક્તિમૂલ એવી વ્યવસ્થા છે.
બીજી પણ એક વાત અહીં ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ૫દપ્રકાશ્ય શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિની સમજૂતી આપતા વૃત્તિમાં એમ કહ્યું છે કે અર્થના “સામર્થ્યથી આક્ષિપ્ત થતા અલંકારમાત્રની પ્રતીતિ” વગેરે. અહીં “અલંકારમાત્ર” કહેવાનો અર્થ એ છે કે જે અલંકાર ઉપરાંત અહી કોઈ રસની પણ પ્રતીતિ થતી હોય તે તે સંલક્ષ્યક્રમ નહિ હોય, પણ તે તો અસંલક્ષ્યક્રમ જ હશે. આમ, એ જ ઉદાહરણમાં ઉપમાલંકારની પ્રતીતિ સંલક્ષ્યક્રમ છે, પણ એમાંથી અભિવ્યક્ત થતા કરુણ રસની પ્રતીતિ અસંલક્ષ્યક્રમ જ રહે છે.