________________
] અવિક્ષિત વચ્ચમાં પણ કામ લક્ષ્ય બન્યા
આ થઈ વિવક્ષતાન્યપરવા ધ્વનિની વાત. હવે અવિવસિતવામવનિની બાબતમાં કહે છે કેવિવલતવામાં પણ કમ સંલક્ષ્ય
અવિવક્ષિતવાગ્યવનિમાં તે પોતાને પ્રસિદ્ધ અર્થ અહીં બંધબેસત થતો નથી એવી પ્રતીતિ થયા પછી જ બીલ અર્થની પ્રતીતિ થતી હેઈ, નિયમ તરીકે, ક્રમ હોય છે . એમાં વાગ્યાથે વિવશત જ નથી હોતું એટલે એમાં વાગ્યાથની પ્રતીતિ અને વ્યંગ્યાર્થીની પ્રતીતિ વચ્ચે ક્રમ હોય છે કે નહિ, એને વિચાર નથી કર્યો તેથી વાચક અને વાચ્યાર્થીની પ્રતીતિની પેઠે વાગ્યાર્થી અને વ્યંગ્યાર્થીની પ્રતીતિમાં પણ નિમિત્તનિમિત્તી સંબંધ હેઈ, તેમની વચ્ચે નિયમ તરીકે ક્રમ હોવો જ જોઈએ. અને તે, ઉપર જણાવ્યું તે મુજબ, કોઈ વાર ધ્યાનમાં આવે છે, તે કોઈ વાર નથી આવતું. વ્યંજનાસિદ્ધિઃ પૂર્વપક્ષ
આ રીતે વ્યંજકત્વની દષ્ટિએ ઇવનિના પ્રકારોનું નિરૂપણ. કર્યું તે ઉપરથી કોઈ કદાચ એમ પૂછે કે આ વ્યંજકત્વ વળી.
શુ છે ?
આ ત્રીજા ઉદ્યોગની શરૂઆતમાં એવી પ્રતિજ્ઞા કરી હતી કે વ્યંજની દષ્ટિએ ધ્વનિના ભેદપભેદેનું નિરૂપણ કરવું, અને અત્યાર સુધીમાં તે પૂરું કર્યું. હવે વ્યંજનાની સ્થાપના હાથ ધરવામાં આવે છે. પહેલા ઉદ્યોતમાં વનિના વિરોધાઓનું ખંડન કરી એ કામ કરેલું જ છે, છતાં વધુ ચેખવટ કરવા અને દઢાવવા માટે અહીં ફરીથી વ્યંજનાની સ્થાપનાનો. વધુ વિગત ઉપક્રમ કરવામાં આવે છે. શરૂઆતમાં પૂર્વપક્ષ રજૂ કર્યો છે. વ્યંજકત્વ શું છે, એના જવાબમાં –
“વ્યંગ્યાને પ્રગટ કરે તે વ્યંજકત્વ અથવા વ્યંજના'એમ કહેશે તે એથી નહિ શબ્દની વ્યંજકતા સિદ્ધ થાય, કે નહિ અર્થની વ્યંગ્યતા સિદ્ધ થાય. મતલબ કે એ જવાબથી શબ્દ વ્યંજના દ્વારા અર્થ વ્યક્ત કરે છે, એવું પણ સિહ નહિ થાય, તેમ અર્થ વ્યંજના દ્વારા પ્રગટ થાય છે,