________________
@ald 3-33 ]
કૃત્તિઓનું વિવેચન સ્પર સમાવેશ થાય છે, અને તેને અથ સાથે સબંધ હાય છે, જ્યારે ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અનુપ્રાસ ઉપર આધારિત હૈાય છે અને તેમાં કમળ, કઠાર, વગેરે વર્ષાંતે આધારે વૃત્તિભેદ કરવામાં આવે છે. આમ, એકનેા સંબંધ અ સાથે છે અને બીજીનેા શબ્દ સાથે છે. એ બંને પ્રકારની વૃત્તિઓના પ્રાણ રસ છે, અને કથાવસ્તુ વગેરે તેા શરીરમાત્ર છે. આનદ સમય સુધી ભરતની નાટયવૃત્તિએ અને ઉદ્ભટ્ટ વગેરેની કાષ્યવૃત્તિએ જુદી જુદી ચાલ્યા કરતી હતી તેને આનંદને આ રીતે સમન્વય સાધ્યા અને એ બંનેને પ્રાણુ રસ છે, એમ બતાવ્યું અને કથાવસ્તુ વગેરેને તેના આશ્રયરૂપ શરીર કહ્યું છે.
નના
અહી કેટલાક લેાકેા એમ કહે છે કે કથાવસ્તુ સાથે રસાદિના જે સબંધ છે તેને ગુણ-ગુણી સ ખ ધ કહેવા જોઈ એ, જીવ-શરીર સબંધ કહેવા ન જોઇએ. કારણ, વાચ્ય એટલે કે કથાવસ્તુ રસાદિમય જ પ્રતીત થાય છે, રસાદિથી જુદુ પ્રતીત થતું નથી.
અહીં પ્રતિપક્ષીનું કહેવું એવું છે કે કથાવસ્તુ અને રસાદિ વચ્ચે જીવ-શરીર સંબંધ છે, એમ કહેવું યેાગ્ય નથી, કારણ, શરીર પહેલું અને છે, અને જવ પછી તેમાં પ્રવેશે છે. એક સમય એવા પણ હાય છે, જ્યારે શરીરમાં જીવ હતેા નથી. આમ, જીવથી જુદું શરીરનું અસ્તિત્વ હૈય છે. પણ સ અને કથાવસ્તુની બાબતમાં એવું નથી. ત્યાં તે। કથાવસ્તુની પ્રતીત રસાદિમય જ થાય છે. રસાદિથી અલગ કથાવસ્તુની પ્રતીતિ હતી જજ નથી. એટલે એમની વચ્ચેના સંબંધને જીવ-શરીર સબંધ કહેવા યેગ્ય નથી. એથી ઊલટું, રસ એ ગુણ છે અને કથાવસ્તુ એ ગુણી છે. ગુણ્ અને ગુણીની પ્રતીતિ હમેશાં એકી સાથે જ થતી હૈાય છે. આપણે ધેાળી ગાય જોઈએ તેા ગાય અને તેની ધેાળાશ તેની પ્રતીતિ એકી સાથે જ થાય છે. ગુણ અને ગુણી અલગ હૈાતાં જ નથી, જેમકથાવસ્તુ અને રસાદિ દી અલગ નથી હોતાં. એના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે.
આ ખાખતમાં અમારુ કહેવુ એમ છે કે જેમ શરીર ગૌરત્વમય જ હોય છે, તેમ કથાવસ્તુ રસાદિમય જ હત તા જેમ શરીરની પ્રતીતિ થતાં જ (સૌ કેાઈને) ગૌરવની પ્રતીતિ પણ થાય જ છે, તેમ વાથ્યની પ્રતીતિ સાથે જ