________________
હત ૩-૩૧ ] વિરોધી રસામાં પણ સંગારને ર૫શ (૨ve
વગેરેમાં રસવિરોધને દેશ નથી.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે અહીં શાંતના વિભાગ તરીકે બધી વસ્તુની અનિત્યતાનું વર્ણન કરવું છે એટલે એમાં કોઈ પણ વિભાવનું શૃંગારની ભંગીએ વર્ણન નથી કર્યું. પરંતુ “સ્ત્રીઓ મનોરમ છે, એ સાચું' વગેરે કહીને સામાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. મતલબ કે “સ્ત્રીઓના સૌંદર્યનો અમે ઇન્કાર કરતા નથી, અમે પણ તમારી પેઠે એમને સુંદર જ માનીએ છીએ. વૈભવની સામગ્રી પણ સુંદર છે, એ અમે સ્વીકારીએ છીએ, એમ કહીને વિરોધ ટાળી સામાના હૃદયમાં પ્રવેશ કરી કહે છે કે તેમ છતાં જેને માટે સ્ત્રીઓ અને વૈભવની સામગ્રી વગેરે ઇચ્છીએ છીએ તે જીવન જ અસ્થિર છે, ક્ષણિક છે; પછી એ બધાંને અર્થ શો ? અહીં ક્ષણિકતાનો અર્થ વ્યક્ત કરવા માટે મદમસ્ત સ્ત્રીના ચંચલ કટાક્ષની ઉપમા વાપરી છે, તે શૃંગારના વિભાવાનુભાવ બની શકે એમ છે. પ્રિયતમાને કટાક્ષ કેને પ્રિય ન હોય ? અને તેની પ્રીતિથી આકર્ષાઈને વિનેય કહેતાં ઉપદેશપાત્ર વ્યક્તિ, ગોળની સાથે માણસ કડવી દવા ખાઈ જાય તેમ, શૃંગારિક ઉપમા બેગ વસ્તુઓની અનિત્યતા પણ સ્વીકારી લઈ અંતે વૈરાગ્ય સુધી પહોંચી જાય છે. આમ અહીં શતિમાં શૃંગારનાં અંગને સ્પર્શ ભળ્યો છે, તેમાં દેષ નથી.
હવે આ વિરોધ-પરિહારના પ્રકરણને અમારોપ કરતાં કહે છે –
૩૧
આ રીતે રસાદિના વિરોધ અને અવિરોધને વિષય સમજી લઈ કાવ્ય કરનાર સુકવિ કદી ભ્રમમાં પડતો નથી.
આ રીતે, અહીં કહ્યા પ્રમાણે, રસાદિના એટલે કે રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસના પરસ્પર વિરોધ અને અવિરેાધના વિષયને સમજી લઈને કાવ્યની બાબતમાં અત્યંત પ્રતિભાશાળી થયેલે સુકવિ કાવ્ય કરતી વખતે કદી ક્રમમાં પડતું નથી – ભૂલ કરતા નથી.
આમ, રસાદિમાં વિરોધ અને અવિરાધના નિરૂપણની ઉપયોગિતાનું પ્રતિપાદન કર્યા પછી તેના વ્યંજક તરીકે વાય અને વાચકના નિરૂપણની ઉપગિતાનું પ્રતિપાદન કરે છે –