________________
ઉmત ૩૨૮-૨૯ ] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે? [ ૨૪૦ શૃંગારનો વિભાવ દેવદેહ છે, એટલે વિભાવભેદ હેવાથી અહીં વિરાધને અવકાશ જ નથી. તો પછી તમે એમ કેમ કહો છો કે અહીં વચમાં વીરની પ્રતીતિ થાય છે, તેથી એ બે વચ્ચેનો વિરોધ ટળે છે? એનું સમાધાન એ છે કે અહીં વિશેષણો દ્વારા એવું સૂચવાયું છે કે આ બે દશા વચ્ચે એટલું તો અંતર છે કે એ બેની એકતા સંભવિત જ ન લાગે. તેમ છતાં, એ વીરે તે પૃથ્વી ઉપર પડેલાં શબને પોતાનાં જ શરીર માનતા હતા. એ દેહત્વના અભિમાનને કારણે જ મૃતદેવ અને દેવદેડનું તાદામ્ય સધાય છે, અને તેથી તેમને બંને વચ્ચેનો વિરોધ કુતૂહલપ્રેરક થઈ પડે છે. એમ જો ન માનીએ તો અહીં વિરોધ જ ન રહે. બીજી શંકા એ છે કે અહીં વીર રસ જ છે; શૃંગાર અને બીભત્સ તો તેના વ્યભિચારી એટલે કે પિષક તરીકે આવેલા છે, એમને રસ જ ન કહેવાય. એનું સમાધાન એ છે કે એ બે સ્વતંત્ર રસ ભલે ન હોય, પણ બીભત્સ અને શૃંગારના સ્થાયી ભાવ જુગુપ્સા અને રતિ એ બંને પણ એકબીજાના વિરોધી જ છે ને ? અને તેમને વિરોધ અહીં વચમાં વીરરસ આવવાને કારણે શમી ગયો છે. આમ અહીં ઉદાહરણ તરીકે આ કો ઉતાર્યા છે તે તે યોગ્ય જ છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે “શૃંગાર અને બીભત્સનો અથવા તેમના અંગેન’ તેનો અર્થ જ એ છે કે સ્થાયીભાાન પણ એમાં સમાવેશ થઈ જાય છે.
૨૮ 1. વિરોધનું અને અવિરોધનું બધે જ, આ રીતે નિરૂપણ
કરવું; ખાસ કરીને શૃંગારમાં, કેમ કે તે સૌથી સુકુમાર છે. - પ્રબંધમાં કે બીજે (એટલે કે મુક્તકમાં) બધા જ રસોમાં, ઉપર બતાવ્યા પ્રમાણે વિરોધ અને અવિરોધનું સહૃદયે નિરૂપણ કરવું, ખાસ કરીને શૃંગારમાં, કારણ, એ રતિના પરિપેષરૂપ છે, અને રતિનો જરા જેટલા કારણથી ભંગ થવાને સંભવ છે. બધા રસમાં તે સૌથી સુકુમાર છે, અને સહેજ પણ વિરોધને સમાવેશ તે સહી લેતો નથી.
એ રસની બાબતમાં સારા કવિએ ખૂબ જ સાવધ રહેવું; ! કારણ, એ રસમાં પ્રમાદ થયે તો તે તરત જ આખે .
ચડે છે.