________________
હલોત ૩-૨૦] વિરોધી રસ કે સાંગને પ્રધાન રસનાં અંગ બનાવવાં [૨૩૧
| ત્રિપુરારિ શિવને લગતા શ્લોકમાં વિપ્રલંભ અને કરુણ ભેગા આવ્યા છે, તેમને વિરોધ પહેલાં એ રીતે ટાળી બતાવ્યો કે એ બંને બીજા એક પ્રધાન ભાવ ભક્તિને પોષવા આવ્યા છે, એટલે તેનું અંગ બની ગયા છે. તેથી તેમને પરસ્પર વિરોધ થતો નથી. હવે અહીં એમ બતાવ્યું છે કે કોઈવાર વિરોધી રસના નિરૂપણમાં દેવ નથી હોતો એટલું જ નહિ, બલકે તેનાથી મૂળ વક્તવ્યને ઉઠાવ મળતો હોઈ તે ગુણરૂપ બની જાય છે. હવે એ શ્લોકમાંના વિરોધને પરિહાર બીજી રીતે કરી બતાવે છે. કહે છે –
અથવા વાક્યાર્થરૂપ કોઈ કરુણ રસના વિષયને તેવા જ શૃંગાર વિષયની સાથે કઈ વિશેષ ભંગિથી જોડી દેવાથી રસને પરિપષ જ થાય છે. કેમ કે, પ્રકૃતિથી જ સુંદર પદાર્થો જ્યારે શોચનીય અવસ્થાને પામે છે, ત્યારે પહેલાંની અવસ્થામાં અનુભવાયેલા વિલાસનું સ્મરણ તાજું થતાં, તે અધિક શેકાવેશ ઉત્પન્ન કરે છે. જેમ કે –
આ તે હાથ જે, અમારા કંદોરાને ખેંચી લેતો હતો, અમારાં પુષ્ટ સ્તનેનું મર્દન કરતો હતો, અમારી નાભિ, જાંઘ અને નિતંબને સ્પર્શ કરતો હતો અને અમારાં નાડાં છોડી નાખતે હતો.”
મહાભારતના યુદ્ધ પછી રણભૂમિ ઉપર કપાયેલાં પડેલાં યોદ્ધાઓનાં અંગે ભેગો રાજા ભૂરથવાનો હાથ જોતાં તેની સ્ત્રીઓ આ બોલે છે. અહીં પ્રધાન રસ કરુણ છે, પણ તેમાં પૂર્વાવસ્થામાં ભેગવેલા શૃંગારનું સ્મરણ ભળતાં કરુણ વધારે ગાઢ બને છે. એ જ રીતે, શિવને લગતા શ્લેકમાં પણ શિવના બાણના અગ્નિથી ભયભીત થયેલી ત્રિપુરની યુવતીઓનો કરણ, પ્રધાન વાકષાર્થ છે, પણ એ અગ્નિની ચેષ્ટાઓ જોઈને પહેલાં અનુભવેલી શૃંગારચેષ્ટાઓનું સ્મરણ તાજું થાય છે, અને તે શોકનો ઉદ્દીપન વિભાવ બની તેને વધુ પુષ્ટ કરે છે, અને એથી વૃત્તિમાં કહે
તેથી ત્રિપુરારિ શિવને લગતા શ્લોકમાં શંભુને શરાગ્નિ ત્રિપુર યુવતીઓ સાથે તરત જ અપરાધ કરેલા કામીના જે વ્યવહાર કરે છે (એટલે એ કામીના વ્યવહારનું સ્મરણ પ્રસ્તુત