________________
- ઉદ્યોત ૩-૨૧ ]
એક રસની પ્રધાનતાનું સમર્થન [ ૨૩૩ રાખનાર કવિએ એ બધા રસમાંથી એકને જ પ્રધાન અથવા અંગી રસ બનાવ. અને પછી વૃત્તિમાં સમજાવે છે કે –
પ્રબંધમાં એટલે કે મહાકાવ્યમાં અને નાટક વગેરેમાં છૂટક છૂટક રૂપે અનેક રસ અંગભાવે નિરૂપવામાં આવે છે, એવી પરિપાટી છે, તેમ છતાં જે પિતાના પ્રબંધેને ઉત્કૃષ્ટ બનાવવા ઈચો હોય તેણે એ રસમાંથી કોઈ એક વિલિત રસને અંગી તરીકે લે, એ જ બહેતર છે.
આને સમજાવતાં લેચનકાર કહે છે કે ભારત વગેરે એ કહેવું છે કે કા અભિય હોય કે અનભિનેય હોય તો તેમાં અનેક રસો આવે છે. અને તે આખી કૃતિમાં છૂટક છૂટક એટલે કે કોઈ અંગભાવે તો કોઈ અંગભાવે રહેલા હોય છે. કોઈ નાયકગત હોય છે, તો કોઈ પ્રતિનાયકગત હોય છે, કોઈને પતાકાના નાયક સાથે સંબંધ હોય છે, તો કોઈને પ્રકરના. જે પ્રધાન નાયકગત હોય છે, તે અંગી કહેવાય છે, અને બાકીના અંગ કહેવાય છે. તેમાંથી કેઈ એક પિતાને વિવલિત રસને અંગી બનાવ એ જ કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા માટે બહેતર છે. બહેતર છે એમ એટલા માટે કહ્યું છે કે અનભિનય કાવ્યોમાં પર્યાય બંધમાં અને અભિનય કાવ્યોમાં સમવારમાં છૂટક છૂટક અનેક રસ હોય છે, પણ તેમાં કોઈ એકને જંગી બનાવવામાં ન આવે તોયે અનુચિત નથી ગણાતું; પણ મહાકાવ્ય અને નાટકમાં તો એક રસને અંગી બનાવો જ પડે છે. અને માટે જ પર્યાય બંધ અને સમવકાર કરતાં મહાકાવ્ય અને નાટક ચડિયાતાં ગણાય છે. એટલે પોતાની કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા ઈચ્છનારે તો કોઈ એક રસને અંગી બનાવ એ જ બહેતર છે.
અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે બીજા રસ પણ જે પરિપોષ પામ્યા હોય તો તે કોઈ એક પ્રધાનરસનું અંગ શી રીતે બની શકે? અને જે પરિપેષ ન પામ્યા હોય તો રસ કેવી રીતે કહેવાય? એટલે રસ હોવું અને અંગ હોવું એ બે પરસ્પરવિરોધી વાત છે. એટલે બીજા રસો અંગરૂપે રહે અને એક રસ અંગીરૂપે રહે, એવું શી રીતે બને ? એનું સમાધન કરવા કહે છે કે