________________
[ વન્યા
૪] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે? નિરંતરતાને વિરોધ કેમ ટાળવે?
એકાશ્રયને કારણે જે વિરોધી ન હોય, પણ નિરંતરતાને કારણે જે વિરોધી બની જતો હોય, તેને, વચમાં બીજા રસનું વ્યવધાન રાખીને, બુદ્ધિમાન કવિએ વ્યક્ત કરવો. અને વૃત્તિમાં સમજાવે છે કે –
જે રસ એકાશ્રયને કારણે વિરોધી ન હોય, પણ નિરંતરતાને. કારણે. એટલે વચ્ચે અંતર રાખ્યા વગર એક પછી તરત જ બીજાનું વર્ણન કરવામાં આવે તે જે વિરોધી હેય, તેને પ્રબંધમાં સમાવેશ, વચમાં બીજા રસનું વ્યવધાન એટલે કે અંતર રાખીને, કર, જેમ “નાગનંદ”માં શાંત અને શંગારને કરવામાં આવેલ છે.
કહેવાની મતલબ એ છે કે જે બે રસ વચ્ચે એકાશ્રયને કારણે નહિ પણ નિરંતરતાને કારણે વિરોધ આવતો હેય, તેમનો પ્રબંધમાં સમાવેશ કરતી વખતે, બે વચ્ચે કોઈ અવિરોધી રસનું વર્ણન કર્યા પછી બીજા રસનું વર્ણન કરવું, જેવું “નાગાનંદ'માં કરેલું છે. ત્યાં પ્રધાન રસ શાંત છે. અને શાંત પછી તરત જ, અંતર વગર જે શૃંગારનું નિરૂપણ કરવામાં આવે તો તેમાં વિરોધ આવે એમ છે. માટે કવિએ માલવિકા સાથેના શૃંગારનું નિરૂપણ કરવા પહેલાં વચમાં શતિના અને શૃંગારના બંનેના અવિરોધી એવા અદભુત રસનું નિરૂપણ કર્યું છે, અને પછી શૃંગારનું. આમ, અહીં દેવ ટાળી શકાય છે.
ઉપર શાંત અને શૃંગાર નિરંતરતાને કારણે એકબીજાના વિરોધી રસે છે, એમ કહ્યું છે, તે સામે કોઈ એવો વાંધો ઉઠાવે કે ભરતે શાંત રસના વિભાવાદિનું પ્રતિપાદન નથી કર્યું એટલે શાંત રસ છે જ નહિ, તો એને જવાબ આપવા માટે હવે ગ્રંથકાર શાંત રસનું પ્રતિપાદન કરે છે.
તૃણાલયથી ઉત્પન્ન થતા સુખને જે પરિપષ, તે જેનું લક્ષણ છે એ શાંત રસ પ્રતીત થાય જ છે (એટલે એના ઈન્કાર ન થઈ શકે). માટે જ કહ્યું છે કે –