________________
યોત ૩–૨૫ ]
એકાયને વિરોધ કેમ ટાળવે? [૨૩
વિરાધી રસ એ પ્રકારના હેાય છે. (૧) એકાધિકરણને લીધે વિરાધી અને (૨) નિરંતરતાને કારણે વિદ્યાધી.
એમાં એકાત્રિકરણને કારણે વિરાધીના પણ પાછા બે પ્રકાર છે: (૧) એકાશ્રયને કારણે વિરાધી, અને (૨) એક આલંબનને કારણે વિરોધી. એ આપણે પહેલાં આ જ ઉદ્યોતની ૧૮મી કારિકાની વૃત્તિના વિવર્ષોમાં જોઈ ગયા છીએ.
એમાંથી પ્રખ`ધના પ્રધાન રસની દૃષ્ટિએ જે એકાશ્રયને કારણે વિરોધી હોય, જેમ કે, વીરના ભયાનક, તેને આશ્રય જો કરી નાખવા. એટલે કે વીરના આશ્રય જે કથાનાયક, તેના સામા પક્ષમાં એટલે કે પ્રતિનાયકમાં ભયાનકનું નિરૂપણ *રવું. એમ જો કરવામાં આવે તેા તે વિરોધી રસ ( ભયાનક,નું પણ પિરપોષણ દોષરૂપ નહિ ખને. કેમ કે, સામા પક્ષમાં અત્યંત ભયનું વન કરવાથી નાયકની નીતિ, પરાક્રમ વગેરે સર્પાત્ત સારી રીતે પ્રગટ થાય છે. આ વાત મારા (એટલે કે આનંદવર્ધનના ) ‘ અર્જુનચરિત’ કાવ્યમાં અર્જુનના પાતાલ અવતરણ પ્રસંગે વિશદપણે બતાવેલી છે.
ત્યાં વન એવું આવે છે કે જયારે અર્જુનના ધનુષ્યના ભયંકર ટકાર ગાજવા લાગ્યા ત્યારે ઇન્દ્રના શત્રુએના નગરમાં ભારે કેલાહલ મચી ગયેા. આમાં અર્જુનના વીરત્વને ઉઠાવ આપવા માટે દુશ્મતાી ભયભીત અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં વીરા આશ્રય અર્જુન છે અને ભયાનકના આશ્રય શત્રુએ છે. એમ તેના આશ્રય જુદા હેવાને કારણે વીર અને ભયાનકને વિરાધ રહેતા નથી, બલકે યાનકના વર્ણનથી વીરને વધુ ઉઠાવ મળે છે.
આ રીતે પ્રખ ́ધમાંના પ્રધાન રસની સાથે એકાધિકરણ ( એકાશ્રય )ને કારણે જેના વિરાધ આવતા હોય તેને અ`ગી બનાવી દેવાથી વિરાધ ટળી જતા હાય છે, તે બતાવ્યા પછી હવે વિરાધીના જે બીજો પ્રકાર, એટલે કે નિર ંતરતાને કારણે જે વિરાધી બનતા હાય તેના વિરોધ ટાળવાના ઉપાય મતાવતાં કહે છે