________________
.૨૨ ] એકાગ્ર વિરોધ કેમ ટાળવે ?
[[ધ્વન્યાલક બીજ મતવાળા રસથાળીને એક સમાસ માને છે અને તેને અર્થ રસને સ્થાયી એવો કરે છે. એ રીતે એમને મતે એ કો અર્થ એવો થાય કે “ભેગા આવેલા અનેક ભાવોમાંથી જે ભાવ પ્રબંધના વધુ ભાગમાં વ્યાપક હેય તે સ્થાયી ભાવ કહેવું ય અને બાકીના સંચારી કહેવાય.” એનો અર્થ એ થશે કે ભરતે જે ૪૯ ભારે ગણાવેલા છે તેમાંનો જે ભાવ પ્રબંધમાં વધુ વ્યાપક હોય તેને સ્થાયી કર ને બાકીનાને સંચારી કહેવા. ભરતે આ ૪૯ માંથી આઠ કે નવને જ સ્થાયી કહેલા છે ને બાકીનાને સંચારી કહેલા છે, પણ સ્થ થી ભાવે પણ બીજા સ્થાયી ભાવના સંચારી બની શકે એમ કહેલું છે જેમ કે વીર રસમાં ક્રોધ સ ચારી ભાવ તરીકે આવે છે, પણ રૌદ્રમાં એ સ્થલી હોય છે. નિર્વેદ બીજા રસમાં વ્યભિચારી તકે આવે છે, પણ શાંતમાં એ સ્થાયી હોય છે, ઉન્માદ, આમ તો, વ્યભિચારી ભાવ જ ગણુ ય છે, પણ “વિક્રમોશીય' નાટકમાં ચેથા અંકમાં એ એટલો બધે વ્યાપક છે કે સંચારી મટીને સ્થાયી બની ગયો છે. આમ, આ લોકોના મને જે ભાવ વધુ વ્યાપક હોય તે સ્થાયી, રસ પણ તે જ બની શકે, એટલે કે આસ્વાદન પણ તેનું જ થઈ શકે, અને બાકીના સંચારી. એટલે એમને મતે ભારતે આ કલેક સ્થાયી અને સંચારીની સ્પષ્ટતા કરવા લખેલ છે.
આમ, પહલા મત પ્રમાણે તે રસે વરચે અંગગી કે ઉપકાર્ય. ઉપકારક સંબધ હોઈ શકે છે, અને બીજા મત પ્રમાણે એ ૨૨મી કારિક માં રસનો અર્થ થાય ભાવ કરવાને હાઈ તેમની વચ્ચે અંગાંગી કે ઉપકાર્ય–ઉપકારક સંબંધ માનવામાં કોઈ વાંધો નથી.
આ રીતે પ્રબંધમાંના પ્રધાન રસની સાથે વિરોધી કે વિરોધી રસોને સમાવેશ કરવામાં સાધારણપણે વિરોધ ટાળવાના ઉપાય બતાવ્યા પછી હવે (ખાસ કરીને) વિરોધી રસની બાબતમાં વિરોધ ટાળવાને ઉપાય બતાવવાનું કહે છે – એકાશયને વિરોધ કેમ ટાળવે ?
૨૫
પ્રધાન અને જે વિરોધી એકાશ્રયને કારણે વિરોધી બનતે હેય તેને આશ્રય બીજે કરી દે, એટલે તેના પણ પરિપષમાં દેષ નહિ આવે.