________________
૨૪૦ ] બાધ્યબાધક વિરોધ કેમ ટળે?
[ કવન્યાલોક લોચનકારે એવા ચાર ઉપાયો સૂચવ્યા છે. (૧) અંગી રસના વિરોધી રસના વિભાવ અનુભાવન ઉત્કર્ષ ન થવા દેવ, (૨) અથવા અંગી રસના વિરોધીઓનો સમાવેશ જ ન કરવો, (૩) કર્યો હોય તો તેમનો પરિપષ અંગીરસના વિભાવાનુભાવથી કરવો, (૪) વિરોધી રસના વિભાવાનુભાવોને પરિપષ કર્યો હોય તો તેઓ અંગરૂપ છે એ વિશે તેમને સતત જાગરૂક રાખવા વગેરે.
બે રસેના ભેગા નિરૂપણના ઉપર જે ઉપાય બતાવ્યા છે, તે વિરોધી તેમ જ અવિરોધી એમ બંને પ્રકારના રસને લાગુ પડે છે. પણ વિરોધી રસનો સમાવેશ કરવામાં કેટલાક વિશેષ દેવ આવે છે. તેને પરિહાર કેમ કરે તે હવે બતાવે છે.
જ્યારે ગૌણ રસ વિરોધી હોય ત્યારે તેમાં અંગી રસના કરતાં કંઈક ઊણપ રાખવી. જેમ કે શાંત જે અંગી રસ હોય તે શૃંગારમાં ઊણપ રાખવી, અને શૃંગાર એ અંગી હોય તો શાંતમાં ઊણપ રાખવી.
અહી કોઈ એ પ્રશ્ન કરે કે પરિપષ પામ્યા વગરને રસ રસ જ કેવી રીતે કહેવાય? તે તેને જવાબ એ છે કે. અમે એમ કહ્યું છે કે “અંગી રસ કરતાં” અંગ રસની કંઈક ઊણપ રાખવી. એટલે કે અંગી રસને જેટલો પરિપષ કર્યો. હોય તેટલે અંગ રસનો ન કર. બાકી સ્વાભાવિક રીતે જ જેટલો પરિપષ થતું હોય તેને તો કોણ રોકી શકે એમ છે?' જેઓ રસના અંગાંગિભાવને સ્વીકારતા નથી તેઓ પણ એ. વાતનો ઈન્કાર કરી શકે એમ નથી કે અનેક રસવાળા પ્રબધામાં (મુખ્ય અને અને બીજા રસનો) વધતો ઓછા ઉત્કર્ષ હોય છે. આ રીતે અવિરોધી અને વિરોધી રસને પ્રબંધમાં અંગાગિભાવે સમાવેશ કરવાથી વિરોધ ટાળી શકાય છે.
રસો વચ્ચે અંગાંગી સંબંધ ન હોઈ શકે, એમ જેઓ માને છે. તેમની દલીલ એ છે કે રસ પોતે સ્વચમત્કારમાં વિશ્રાંત થતો હોય છે. એમ ન હોય તો તે રસ જ ન કહેવાય. એટલે જે રસ પિતાના ચમત્કારમાં જ વિશ્રાંત થતો હોય તે બીજાનું અંગ શી રીતે બની શકે? અથવા