________________
૨૩૮ ] બાધ્યબાધક વિરોધ કેમ ટળે?
[ વન્યાલોક ગળામાંથી હાર કાઢીને રુદ્રાક્ષમાળાની પેઠે હાથમાં ફેરવતી, નાગને બદલે મેખલાની દેરીથી પર્યકબંધ નામનું આસન બાંધી, ખોટેખોટું મંત્ર જપતી હોય તેમ ફડફડતા હોઠથી હાસ્ય વ્યક્ત કરતી, અને સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યાને લીધે પશુપતિ મહાદેવને ઉપહાસ કરતી દેખાતી દેવી પાર્વતી તમારું રક્ષણ કરો.”
આમાં “સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યા થી ઈર્ષા વિપ્રલંભ શૃંગાર અને સંપાસના વખતની શંકરની ચેરાઓના અનુકરણથી હાસ્ય અભિવ્યક્ત થાય છે અને તે રતિભાવને પોષે છે. તે જ રીતે, શંકર પ્રત્યેનો પ્રેમ તેમનો ઉપહાસ કરવા પ્રેરે છે એટલે રતિ હાસ્યમાં પરિણમે છે. આમ બંને અહીં સમબદ્ધ છે. એટલે એમના નિરૂપમાં દેવ નથી.
આ “બાલપ્રિયા' પ્રક્ષિપ્ત માને છે; અને દીબ્રિતિકાર એ કમાં શૃંગાર અને શાંતની સહ પસ્થિતિ માને છે. ઉપરની સમજૂતી બાલપ્રિયા' ટીકાને અનુસરીને આપેલી છે.
લોચનકાર અહીં એક મુદ્દો એ ચર્ચે છે કે આ નિયમ ફકત મુક્તકને જ લાગુ પડી શકે, પ્રબંધને નહિ, એવું કેટલાક આચાર્યો માને છે, પણ તે બરાબર નથી. પ્રબંધમાં પણ બે સમબલ સે આવી શકે છે. પ્રબંધમાં આધિકારિક એટલે કે પ્રધાન કથા હોય તેનું ફળ જ પ્રધાન ગણાય છે. એ ધર્મ, અર્થ, કામ એ ત્રણમાંથી કોઈ એક, બે કે ત્રણ પુરુષાર્થનું સાધન હોય છે. એટલે કઈ પ્રબંધમાં બે ઉદેશય હેય અને બંને સરખા મહત્તવના હોય, દા. ત., “રત્નાવલી'માં સચિવાયત્ત સિદિની દષ્ટિએ જોઈએ તે પૃથ્વીનું રાજ્ય મેળવવું એ આધિકારિક અથવા પ્રધાન ફળ છે, અને કન્યારત્નની પ્રાપ્તિ એ પ્રાસંગિક કે ગૌણ ફળ છે. જ્યારે નાયકની દૃષ્ટિએ જોઈએ તે કન્યારત્નની પ્રાપ્તિ એ મુખ્ય છે અને પૃવીના રાજ્યની પ્રાપ્ત ગૌણ છે. આમ હોવાથી, “સ્વામી અને મંત્રીની બુદ્ધિથી જ ફળપ્રાપ્તિ થાય છે.” એ ન્યાયે અહીં આ બંનેનું સરખું પ્રાધાન્ય છે. આમ, મુક્તકની પિઠે પ્રબંધમાં પણ રસનું સમપ્રાધાન્ય સંભવે છે.
બીજે ઉપાય એ છે કે અંગી રસના વિરોધી વ્યભિચારી ભાનું ઝાઝું નિરૂપણ ન કરવું, અથવા કરવું તે તરત જ અંગી રસના વ્યભિચારીઓનું નિરૂપણ પાછું શરૂ કરી દેવું.