________________
ઉદ્યોત ૩-૨૪ ]
બાહ્યબાધક વિરોધ કેમ ટળે? [ ૨૩૭ પણ શકે. આમ, શાંત અને રૌદ્ર અથવા શાંત અને શૃંગાર વચ્ચે સ્પષ્ટ વિરોધ છે.
પ્રતિપક્ષનો પ્રશ્ન એ મતલબનો છે, કે રસોનો વિરોધ બે પ્રકારનો હોય છે. એક વિરોધ સમાન અધિકરણને કારણે હોય છે અને બીજો બાધ્યબાધકભાવના રૂપનો હોય છે. પહેલા પ્રકારને વિરોધ કઈ વાર આલંબનની એકતાને કારણે ને કોઈ વાર આશ્રયની એકતાને કારણે હોય છે. એ વિરોધ તો જે પરિસ્થિતિને કારણે પેદા થતો હોય તેમાં ફેરફાર કરીએ એટલે મટી. જાય. પણ બાયાબાધભાવને લીધે આવતો વિરોધ તો ટળી શકે જ નહિ. એ શી રીતે ટળે? એનો જવાબ આ ચોવીસમી કારિકામાં આપે છે – આધ્યબાધક વિધ કેમ ટળે?
૨૪ જ્યારે બીજો રસ અંગી એટલે કે પ્રધાન હોય ત્યારે તેનો વિરોધી કે અવિરોધી જે કોઈ રસ હોય તેને પરિપષ ન કર. એમ કરવાથી વિરોધ રહેતું નથી.
જ્યારે અંગી શૃંગારાદિ રસ પ્રબંધવ્યંગ્ય હોય ત્યારે તેના વિરોધી કે અવિરોધી રસને પરિપષ ન કરે.
એમાં પરિપષ ન કરવાનો પહેલો ઉપાય એ છે કે અંગી રસ કરતાં વિરોધી રસની અત્યંત અધિકતા ન બતાવવી. બંનેને ઉત્કર્ષ સરખો હોય તે તેમને વિરોધ નથી સંભવતો.
જેમ કે –
“એક બાજુ પ્રિયા રડે છે, બીજી બાજુ રણભેરીને અવાજ સંભળાય છે. એટલે એદ્ધાનું હૃદય પ્રેમ અને યુદ્ધરસ વચ્ચે ઝોલાં ખાય છે.”
આમાં “પ્રિયા રડે છે' એ રતિનો ઉત્કર્ષ સૂચવે છે અને રણબેરી' અને “યહો' એ શબ્દોથી વીરના સ્થાયી ઉત્સાહને ઉર્ષ સૂચવાય છે. • ઝોલાં ખાય છે' એથી એમ સૂચવાય છે. કે બેમાં કઈ વધુ નથી કે ઓછું નથી, બંને સમાન છે. આથી વિરોધ ટળે છે.
અથવા એવું જ બીજુ ઉદાહરણ