________________
ઉદ્યોત ૩–૨૨, ૨૩ ]
એક રસની પ્રધાનતાનું સમર્થન [ ૨૩૫. બતાવવામાં આવ્યું કે જેમ એક પ્રબંધમાં એક કાર્ય પહેલેથી છેલ્લે સુધી વ્યાપેલું હે ઈ તે મુખ્ય ગણાય છે અને બીજાં પ્રાસંગિક કાર્યો તેમાં આવે છે, છતાં મુખ્ય કાર્યની પ્રધાનતા ઓછી થતી નથી, તેવું જ રસનું પણ છે; એક મુખ્ય રસ સાથે બીજા ગૌણ રસ આવે તેથી મુખ્ય રસની મુખ્યતાને આંચ આવતી નથી. (૨) મુખ્ય કાર્યનો જે રસ તે મુખ્ય રસ અને ગૌણ કાર્યને રસ તે ગૌણ રસ ગણાય છે. એટલે એમની વચ્ચે અંગાગિભાવ હોય એમાં કશું અસંગત નથી.
ઉપર એવું સિદ્ધ કરવામાં આવ્યું કે પ્રબંધમાં રસો અંગાગિભાવે આવે એમાં કશું અસંગત કે અસંભવિત નથી; એટલે પ્રતિપક્ષી એવો વાંધે ઉઠાવે છે કે....
જે રસોને પરસ્પર વિરોધ નથી હતો જેમ કે, વીર અને શૃંગારને, શૃંગાર અને હાસ્યને, રૌદ્ર અને શૃંગારને, વીર અને અદ્ભુતને, વીર અને રૌદ્રને, રૌદ્ર અને કરુણને, અથવા શૃંગાર અને અદ્દભુતને, તેઓ ભલે અંગાગિભાવે આવે; પણ જે રસોને પરસ્પર બાધ્યબાધકભાવ છે, જેમ કે, શૃંગાર અને બીભત્સ, વીર અને ભયાનકને, શાંત અને રૌદ્રને, અથવા શાંત અને શૃંગારનો, તેઓ શી રીતે અંગાગિભાવે આવી શકે ?
અહીં રસોના પરસ્પરના બે પ્રકારના સંબંધ બતાવેલા છે. એક છે અવિરોધનો અને બીજે છે બાયબાધકનો અહીં જે રસોને અવિરોધી ગણાવ્યા છે, તેમાંના કેટલાક અમુક પરિસ્થિતિમાં વિરોધી બને છે, એવું આપણે આ જ ઉદ્યોતની ૧૮મી કારિકા ઉપરના વિવરણમાં જઈ ગયા છીએ. એનો અર્થ એ છે કે એવા રસે અમુક પરિસ્થિતિમાં વિરોધી અને અમુક પરિસ્થિતિમાં અવિરોધી હોય છે. અહીં એ અવિરોધી હોય એવી પરિસ્થિતિને જ લક્ષમાં લઈને એમને અવિરોધી ગયા છે. બીજ છે તે બાયબાધકભાવ સંબંધ ધરાવતા રસે છે. એવા બે રસો કદી ભેગા રહી જ ન શકે. કારણ, એમને સ્વભાવ જ એકબીજાનો ઉછેદ કરવાનો છે. ઉપર અવિરોધી તરીકે ગણાવેલા સો કઈ રીતે અવિરોધી છે તે લોચનાકાર આ રીતે સમજાવે છે?