________________
૨૩૪ ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ ધ્વન્યાલક બીજા અનેક સે પરિપષ પામ્યા હોય છતાં એક રસ અંગી બને એમાં વિરોધ કેમ ન આવે? એવી શંકા કેઈને થાય એમ ધારી કહે છે કે –
૨૨ આખા પ્રબંધમાં વ્યાપ્ત એટલે કે સ્થાયીરૂપે દેખાતા પ્રસ્તુત રસની અગિતાને બીજા રસોના સમાવેશથી હાનિ નથી પહોંચતી.
પ્રબંધમાં બીજા કરતાં પહેલાં રજૂ કરવામાં આવેલ અને વારે વારે અનુસંધાન થતું રહેવાને કારણે જે રસ સ્થાયી એટલે કે આખા પ્રબંધમાં વ્યાપ્ત હોય છે, તેની વચમાં વચમાં બીજા રસેને સમાવેશ થવાથી તેની અંગિતા એટલે કે પ્રધાનતાને બાધ નથી આવતું.
આ જ વાતનું સમર્થન કરવા કહે છે –
જેમ પ્રબંધમાં એક વ્યાપક કાર્યને પ્રધાન બનાવવામાં આવે છે, તેમ એક રસને પ્રધાન બનાવવામાં પણ કોઈ વિરોધ નથી.
સંધિ વગેરે યુક્ત પ્રબંધમાં જેમ અંત સુધી ચાલતા એક વ્યાપક કાર્યની યોજના કરવામાં આવે છે, અને તેમાં બીજાં કાર્યો ભળતાં નથી એવું પણ નથી હતું, તેમ છતાં, બીજા કાર્યો તેમાં ભળતાં હોવા છતાં તેનું પ્રાધાન્ય એાછું થતું નથી, તેવી જ રીતે, એક જ રસને અંગી બનાવવામાં આવે તેમાં પણ કોઈ વિરોધ નથી, બલકે, જાગ્રત વિવેકવાળા અને અનુસંધાન જાળવનારા સહૃદયને એવી કૃતિમાં ખૂબ આનંદ આવે છે.
લેચનકાર અહીં સ્પષ્ટતા કરે છે કે આ કારિકા અને વૃત્તિમાં બે વાત કહેવામાં આવી છે. (૧) એક તો એ કે કાર્યના દષ્ટાંત ધારા એ