________________
૨૩ર ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ ધ્વન્યાલક
કરુણ રસને પુષ્ટ કરે છે અને) એ રીતે વિરોધ રહેતો જ નથી. તેથી આપણે જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ અહીં દોષનો અભાવ પ્રતીત થાય છે.
અને એ જ રીતે –
“ઘવાયેલી કોમળ આંગળીઓમાંથી ટપકતા લોહીથી ખરડાવાને લીધે અળતો લગાડ્યો હોય એવા પગે દાભવાળી જમીન ઉપર ચાલતી, ખરતાં આંસુઓથી જેનાં મેઢાં ધોવાઈ ગયાં છે એવી, તારા શત્રુઓની સ્ત્રીઓ, ડરની મારી પતિના હાથમાં હાથ પકડાવીને અત્યારે જાણે ફરીવાર પરણવા નીકળી હોય એમ, દાવાગ્નિની ચારેકોર ફરે છે.”
અહીં શત્રુની સ્ત્રીઓની એવી ચેષ્ટા વર્ણવી છે. જેને મળતી ચેષ્ટાઓ લગ્ન વખતે પણ કરવામાં આવે છે. જેમ કે લગ્ન વખતે કન્યાને પગે અળતો લગાડે છે, લગ્ન વખતે ચેરીના ધુમાડાથી અથવા સ્વજનના વિયોગને કારણે કન્યાની આંખમાં આંસુ આવે છે, કન્યા પોતાના હાથે વરના હાથમાં સેપે છે, અગ્નિની આસપાસ ફેરા ફરે છે, વગેરે. અહીં શત્રુની સ્ત્રીઓને કરું એ જ પ્રદાન કસ છે. તેને આ વિવાદેવના આનંદનું રણ પુષ્ટ કરે છે. તેથી અહીં કરુણ અને શૃંગારનો વિરોધ નથી. એ જ વસ્તુ વૃત્તિમાં કહે છે કે –
ઉપરના જેવા બધા જ દાખલાઓમાં વિરોધ આવતો નથી એમ સમજવું જોઈએ.
આમ, રસાદિને વિરોધી રસાદિ સાથે સમાવેશ કયાં કરે અને ક્યાં ન કરે તે બતાવ્યું.
હવે તેમનું એક જ પ્રબંધમાં નિરૂપણ કરવું હોય તે તેને યોગ્ય ક્રમ યે, તે દર્શાવવા કહે છે કે – એક રસની પ્રધાનતાનું સમર્થન
૨૧
પ્રબંધોમાં અનેક રસોની ચેજના થઈ શકે છે, એ વાત જાણીતી છે, તેમ છતાં પ્રબંધ ઉત્કૃષ્ટ થાય એવી ઈચ્છા