________________
• ઉદ્યોત ૩-૨૦ ] વિરોધી રસ કે રસાંગને પ્રધાન રસનાં અંગ બનાવવાં [૨૨૯ વાક્યાર્થથી જ એની પ્રતીતિ થાય છે, એટલું તો કબૂલ કર્યા વગર કે નથી. તેમ છતાં તમે એ ન માનતા હો તો ભલે, પણ એ બે વિરોધી રસે સહકારીરૂપે આવે છે, એટલે તેમને માટે અનુવાદ અને મુખ્ય રસ માટે વિધિ શબ્દનો ઉપગ કરીએ એમાં તો તમે વાંધે ન લઈ શકે ને ? કહેવાની મતલબ એ છે કે અહીં ગૌણરૂપે વ્યક્ત થતા કરણ અને વિપ્રલંભ શૃંગાર એ બે રાની મદદથી શિવના પ્રભાવાતિશયરૂપ જે મુખ્ય અર્થ, તે શિવ પ્રત્યેની ભક્તિરૂપ ભાવને વ્યક્ત કરે છે. એટલે એ અહીં મુખ્ય અર્થના સહકારી પિ આવે છે, એટલે વિરોધ રહેતો નથી કારણ, આપણે જોઈએ છીએ કે બે વિરે કણે મળીને એક કાર્ય નિપન્ન થતું હોય છે. જેમ કે જળ અને અગ્નિ એ બે પરસ્પર વિરોધી છે. બે ભેગાં રહી શકતાં નથી, પણ રે બે વિરોધી તો મળીને ચોખાને એડવી ભાત બનાવે છે. એ જ રીતે, અડી કરણ અને વિ લંભ શૃંગારરૂપી બે વિધી રસો સહાયકરૂપે પાવી, મુખ્ય જે ભક્તિભાવ, તેની નિષ્પત્તમાં મદદ કરે છે. આમ, એમના ભેગા વર્ણનમાં દેવ નથી.
અહીં પ્રતિપક્ષે કદાચ એમ કહે કે આ રીતે તો વિરોધને પરિવાર બધે જ થઈ શકે, વિરોધનું કશું મહત્વ જ ન રહે, તો એને જવાબ આપવા હવે આગળ કહે છે કે
એક જ કારણ એક વખતે બે વિરુદ્ધ ફળ ઉત્પન્ન કરે તે વિરોધ આવે, પણ બે વિરુદ્ધ કારણે સહકાર કરે એમાં વિરોધ આવતો નથી. આવી વિરુદ્ધ વસ્તુઓવાળા વિષયને અભિનય શી રીતે કરે ? – એમ જે પૂછતા હો, તો એનો જવાબ એ છે કે વાક્યમાં જ્યારે અનુવાદ એટલે કે ગૌણ અથવા ઉદ્દેશ્ય અંશમાં આવી વિરોધી વસ્તુ આવે છે, ત્યારે તેને જે રીતે અભિનય કરવામાં આવે છે, તેવો જ અહીં પણ કરે. આવી રીતે વિધિ અને અનુવાદના ન્યાયનો આશ્રય લેવાથી આ લેકમાં વિરોધ રહેતો નથી.
ઉપરની વૃત્તિમાં અભિનય અંગે જે કહેવામાં આવેલું છે, તેને સંબંધમાં લોચનકારે શિવજીને લગતા એ લેકને અભિનય કેમ કરે એનું વિગતે સૂચન કરેલું છે, પણ તે આપણે અહીં જોતા નથી. હવે વિરોધ ટાળવાને એક બાજે પ્રકાર બતાવે છે.