________________
૨૨૮] વિરોધી રસે કે રસાંનેને પ્રધાન રસનાં અંગ બનાવવાં [ધ્વન્યાલોક
રસોના સંબંધમાં વિધિ અનુવાદ શબ્દ વાપરી ન શકાય, એવું કહી શકાય એમ નથી, કારણ, રસો પણ વાકક્ષાર્થ છે એમ સૌ સ્વીકારે છે. વાગ્યરૂપ વાકયાર્થના સંબંધમાં જે વિધિ અને અનુવાદનો ઉપયોગ થઈ શકતો હોય, તે તેનાથી વ્યંજિત થતા રસમાં તેને ઈન્કાર શી રીતે થઈ શકે ?
એટલે કે જે વાચ્યાર્થ પ્રધાન અને ગૌણ હેઈ શકે તો તેનાથી બંજિત થતા સો પણ પ્રધાન અને ગણિ કેમ ન હોઈ શકે ? વિધિ એટલે પ્રધાન અને અનુવાદ એટલે ગૌણ, એટલે અર્થ ધ્યાનમાં રાખે તો જેમ વાક્યમાં જે અર્થ પ્રધાન હોય તે વિધિ કહેવાય અને જે ગૌણુ હોય તે અનુવાદ કહેવાય, તેમ રસમાં પણ, જે પ્રધાન હોય તે વિધિ કહેવાય અને જે ગૌણ હોય તે અનુવાદ કહેવાય, એમાં શો વાંધ? પ્રધાન કે ગૌણ હેવા માટે કંઈ વાગ્ય હોવું આવશ્યક નથી. જે વાચ્યાર્થ પ્રધાન ગૌણ હોઈ શકે તે વ્યંગ્યાર્થ રસ પણ કેમ ન હોઈ શકે? બને છે તે વાક્ષાર્થ જ.
વળી, જેઓ રસાદિને સાક્ષાત્ કાવ્યવાક્યનો અર્થ નથી. માનતા તેમને પણ, તેઓ તેનાથી વ્યંજિત થયેલા છે, એમ માન્યા વગર તે છૂટકો જ નથી. અને એ રીતે પણ, એ
લોકમાં વિરોધ નથી. કારણ, અનુવાદ્ય એટલે કે ગૌણરૂપે કહેવાતા જે અંગરૂપ (વિભા), તેનાથી પ્રતીત થતી બે. (કરુણ અને વિપ્રલંભ શૃંગારરૂપ) રસવસ્તુઓ જેની સહકારી છે એવા વિધીયમાન એટલે કે મુખ્યરૂપે કહેવાતા અંશ. (શિવના પ્રભાવાતિશય)થી ભાવવિશેષ (શિવ પ્રત્યેની ભક્તિની) પ્રતીતિ થાય છે; એટલે કોઈ વિરોધ રહેતો નથી. કારણ, બે . વિરુદ્ધ સહકારીઓને લીધે કાર્યવિશેષની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે. ગ્રંથકારે એમ કહ્યું કે રસ એ વાક્ષાર્થ છે, એટલે વાચાર્ય પ્રધાન કે ગૌણ હોઈ શકે છે, તેમ આ વ્યંગ્યાર્થરૂપ રસ પણ પ્રધાન કે ગૌણ હે ઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષી કહે છે કે રસ વાક્યર્થ છે એ સર્વમાન્ય બાબત નથી. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે રસને જેમાં મુખ્ય વાક્ષાર્થ ન માનતા હોય તેમને પણું