________________
ઉદ્યોત ૩-૨૦] વિરોધી રસ કે રસાંગોને પ્રધાન રસનાં અંગ બનાવવા ૨૨૭
આ શ્લોકમાં વિધિ અને નિષેધ અનુવાદરૂપે આવેલા હોઈ, એમાં દોષ નથી.
અહીં કહેવાનો મતલબ એ છે કે આ કલેકમાં “આવ” અને “જ”, પડ” અને “ઊભો થા” વગેરે પરસ્પરવિરોધી અર્થ વાચક શબ્દ છે. પણ અહીં એ પોતે વિધાનરૂપે આવેલા નથી, પણ ધનવાનોની ઉક્તિના અનુવાદરૂપે આવેલા છે, એટલે એ વિરોધી પદોનો સમાવેશ દેવરૂપ બનતો નથી. અહીં મુખ્ય વિધાન તો એ છે કે ધનવાન યાચકોને રમકડાં બનાવી રમે છે. અને આ પરસ્પરવિરોધી શબ્દ તો તેમની રમતની રીત બતાવવા, એ મુખ્ય વિધાનના અંગરૂપે, આવેલા છે. એટલે એમાં દોષ નથી. લોચનકાર આ વસ્તુ એક દાખલાથી સમજાવે છે. ધારો કે એકબીજાનું ખૂન કરવા -તલસી રહેલા બે ગુંડાઓ છે. પણ તેઓ જ્યારે રાજા સમક્ષ જાય છે, ત્યારે એકબીજાની પાસે ચૂપચાપ બેસે છે. કારણું, ત્યાં તેઓ સ્વતંત્ર નથી, પરમુખપ્રેક્ષી છે, એટલે રાજાના વશમાં રહે છે. અહીં પણ “ધનવાનો રમે છે” એ મુખ્ય વાય છે, અને આ પરસ્પર-વિરોધી શબ્દ ગૌણ ભાગ હોઈ તેને અધીન છે. એ અહીં મુખ્ય અર્થના સાધનરૂપે આવેલા છે. એટલે એમના અર્થને વિરામ એમના પોતાના અર્થમાં જ થતું નથી, પણ “મે છે ” એ ક્રિયાનાં એ અંગ બની જાય છે. આથી એમના પોતાના સ્વભાવને તે વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી, પછી વિરાધ જાગે જ કેવી રીતે ?
આ જ વાત પેલા શિવસ્તુતિના કને પણ લાગુ પડે છે. તેમાં ઈર્ષ્યા-વિપ્રલંભ શૃંગાર અને કરુણ એ વિધેય અંશ નથી. ત્રિપુરારિ શિવના પ્રભાવની અતિશયતા એ જ મુખ્ય વાકથાર્થ હેઈ અને એ બે તેનાં અંગરૂપે આવેલા હોઈ તેમને પરસ્પરવિરોધ અહીં દેષરૂપ બનતું નથી).
અહીં કોઈ એવો પ્રશ્ન કરી શકે કે તમે વાપરેલા “વિધિ' અને અનુવાદ' એ શબ્દો મીમાંસા દર્શનના પારિભાષિક શબ્દ છે; જે પ્રધાન વાચ્ય હોય તેને “વિધિ” કહે છે, અને ગૌણ વાયુને “અનુવાદ' કહે છે. તમે તો રસ વાચ છે, એવું રવીકારી શકો જ નહિ. તો પછી રસના સંબંધમાં તમે વિધિ અને અનુવાદ વગેરે શબ્દો કેવી રીતે વાપરી શકો? કારણ, એ બંને શબ્દોને તે વાચાર્ય સાથે જ સંબંધ છે. એનું નિરસન કરવા કહે છે કે –