________________
૨૨૦ ] આ વિરે કેમ ટળે?
[ બન્યાલક બાળરૂપે કે અંગરૂપે નિરૂપણ કરવામાં આવે છે તે દોષ નથી. વિરોધી રસેને ખાધ તે જ થાય, જે વિવક્ષિત રસમાં તેમનો પરાભવ કરવાની શક્તિ હય, તે સિવાય નહિ થાય. એ રીતે તેમનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તે તે પ્રસ્તુત રસને પરિપષક જ થઈ પડે છે.
અહીં કહેવા મુદ્દો એ છે કે વિવક્ષિત અથવા પ્રસ્તુત રસ પોતાના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવરૂપ સામગ્રીથી બરાબર પરિપુષ્ટ થઈ ગયો હોય ત્યાર પછી કોઈ વિરોધી રસનું બાધ્યભાવે, એટલે કે પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે, નિરૂપણ કરવામાં આવે તો તેમાં દોષ નથી. એ જ રીતે, પ્રસ્તુત રસના અંગરૂપે નિરૂપણ કરવામાં પણ દોષ નથી. આ જેમ વિરોધી રસની વાત થઈ તેમ વિરોધી રસેન અંગોને એટલે કે તેમના વ્યભિચારી ભાવોને પણ એ જ વાત લાગુ પડે છે. એટલે કે તેમનું પણ બાધ્યભાવે કે અંગભાવે નિરૂપણ કરવામાં દોષ નથી. એટલું જ નહિ, બલકે પ્રસ્તુત રસને તે પરિપષક થઈ પડે છે.
જે તેઓનું વર્ણન અંગભાવે કરવામાં આવ્યું હોય છે તે તે તેમની વિરોધિતા જ શમી ગઈ હોય છે. એમને અંગભાવ બે રીતે પ્રાપ્ત થાય છે, (૧) સ્વાભાવિક રીતે, અને (૨) આરોપ કરવાથી. જે અંગભાવ સ્વાભાવિક જ હેય તે તે તેમના વર્ણનમાં વિરોધ હેતે જ નથી. જેમ કે વિપ્રલંભ શંગારમાં તેનાં અંગે વ્યાધિ વગેરે વ્યભિચારી ભાવના વર્ણનમાં. અંગભૂત વ્યભિચારીઓના જ વર્ણનમાં દોષ નથી, પણ અંગભૂત ન હોય એવાનું વર્ણન તે દોષરૂપ જ ગણાય.
આ ભાગ બરાબર સમજવા માટે આપણે થોડી વિગતોમાં ઊતરવું પડશે. ભારતે આઠ કે નવ સ્થાયી ભાવે અને ૩૭ વ્યભિચારી ભાવો ગણાવેલા છે. અને એ ૩૩માંથી કયા કયા વ્યભિચારી ભાવો તે તે રસમાં આવી શકે તે પણ જણાવેલું છે. શૃંગાર રસમાં ઉગ્રતા, મરણ, આલસ્ય અને જગુસા સિવાયના બધા જ વ્યભિચારી ભાવો આવી શકે એવો ભરતને મત છે; જ્યારે વિશ્વનાથ વગેરે મરણને શૃંગારનો વ્યભિચારી ભાવ ગણતા નથી. કરણના વ્યભિચારી ભાવમાં નિર્વેદ, મોહ, અપરમાર, વ્યાધિ,