________________
ઉદ્યોત ૩-ર૦ ].
આ વિરોધ કેમ ટળે? [ ૨૧૯ આમ, આ રસવિરોધીઓને અને એ રીતે પિતે બીજા ૨સવિરોધીઓ કલ્પી લઈને તેમને ટાળવામાં સકવિઓએ સાવધ રહેવું જોઈએ. આ અંગે નીચેના પરિકર કલેકે છેઃ
૧. “સુકવિઓની પ્રવૃત્તિના વિષયો મુખ્યત્વે કરીને રસાદિ છે. એના નિરૂપણમાં તેમણે કદી પ્રમાદ સેવ નહિ.”
૨. “નીરસ કાવ્ય એ કવિને માટે મોટામાં મોટી ગાળ છે. તે તેને કારણે કવિ જ રહેતો નથી. કેઈ તેને કવિ તરીકે યાદ પણ નથી કરતું.”
૩. (આ નિયમોને ભંગ કરનારા) પહેલાં થઈ ગયેલા જે વિશૃંખલ વાણના કવિઓ કીતિ પામ્યા છે, તેમને દાખલ લઈને બુદ્ધિમાન નવા કવિએ આ નીતિને કહેતાં નિયમોને ભંગ ન કરો.”
૪. “કેમ કે, અમે દર્શાવેલી આ નીતિ, વાલમીકિ, વ્યાસ વગેરે જે પ્રસિદ્ધ કવિઓ થઈ ગયા તેમના અભિપ્રાય વિરુદ્ધની નથી.” આ વિરોધ કેમ ટળે? - રસવિરોધી તત્ત્વોનો ઉલ્લેખ કરી તેમને ટાળવાનું કહ્યા પછી હવે એ વિરોધ કેવી રીતે ટળે તે બતાવે છે.
વિવક્ષિત રસ સારી રીતે પ્રતિષ્ઠિત એટલે કે પરિપુષ્ટ થઈ ગયા પછી વિરોધી રસોનું બાધ્યરૂપે એટલે કે પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે અથવા અંગરૂપે નિરૂપણ કરવામાં દોષ નથી.
વિવલિત રસ પોતાની સામગ્રીથી, એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી પરિપષ પામી ગયેલ હોય ત્યાર પછી, વિરોધી રસોનું અને અથવા વિરોધી રસગેનું