________________
હોત ૩-૧૦ ]
આ વિરાધ કેમ ટળે? [ ૨૧ ગ્લાનિ, સ્મૃતિ, વિષાદ, જડતા, ઉન્માદ અને ચિંતાને સમાવેશ થાય છે. આ બધા જ શૃંગારના પણ વ્યભિચારી ભાવે છે. એટલે એ વ્યભિચારી ભાવને શૃંગાર અને કરુણ એ બંને રસ સાથે સ્વાભાવિક અંગાંગિભાવ સંબંધ છે. હવે શૃંગાર અને કરુણ એ વિરોધી રસે છે, તેમ છતાં કરણના ઉપર જણાવેલા જે વ્યભિચારી ભાવે છે તે બધા જ શૃંગારના પણ હેઈને શૃંગારમાં તેમનું વર્ણન કરવામાં જ નથી. પણ ઉપર ગણવેલા ઉપરાંત ઉગ્રતા, આલસ્ય, જુગુપ્સાને પણ કરણના વ્યભિચારી ભાવોમાં ગણાવેલા છે, પણ એ શૃંગારના વ્યભિચારી નથી, એટલે વિપ્રલંભ શૃંગારમાં એમનું વર્ણન કરવામાં આવે તો તે દેષરૂ૫ ઠરે, કારણ, એ કાંઈ શૃંગારના અંગરૂપ નથી. એટલે ઉપરની વૃત્તિના છેલા વાક્યને અર્થ એ થયો કે વિપ્રલંભ શૃંગારમાં તેના અંગરૂપ જે વ્યભિચારી ભાવે કરુના પણ યભિચારી ભાવો હોય તો તેમનું વર્ણન કરવામાં વાંધે નથી, પણ જે યભિચારી ભાવે શૃંગારના અંગરૂપ નથી એવા ઉગ્રતા, આલસ્ય વગેરે કણુના વ્યભિચારીઓનું વર્ણન તો વિપ્રલંભમાં દેષરૂપ જ બની જાય. હવે આગળ કહે છે –
મરણ વિપ્રલંભ શૃંગારનું અંગ બની શકે એમ છે, તેમ છતાં તેનું વર્ણન કરવું એ સારું નથી, કારણ કે આશ્રયને એટલે કે આલંબન વિભાવને વિછેદ થતાં રસને અત્યંત વિદ થાય. કેઈ કદાચ એમ કહે કે એવે સ્થાને (રસને સંપૂર્ણ વિચ્છેદ નહિ થાય), કરુણ રસને પરિપષ થશે, તે કહેવાનું કે એમ માનવું યોગ્ય નથી. કારણું, ત્યાં કરુણ અપ્રસ્તુત છે, અને પ્રસ્તુત રસ જે શૃંગાર તેને વિચ્છેદ થાય છે. પણ
જ્યાં કરુણ રસ જ કાવ્યનો મુખ્ય રસ હોય ત્યાં મરણનું વર્ણન કરવામાં વાંધો નથી.
અહીં વૃત્તિમાં એમ કહ્યું છે કે મરણ વિપ્રલંભ શૃંગારનું અંગ બની શકે છે, તે ઉપરથી લાગે છે કે ગ્રંથકાર ભારતના મતને અનુસરે છે. અને તેથી જ કહે છે કે
અથવા શૃંગારમાં જ્યાં થોડી જ વારમાં તેમનો સમાગમ. ફરી થઈ શકે એવું હોય તે ત્યાં મરણનું વર્ણન પણ અત્યંત