________________
૨૨૨ ] આ વિરોધ કેમ ટળે?
[ ધ્વન્યાલ વિરોધી નથી બનતું. પણ જ્યાં લાંબા સમય પછી ફરી મિલન થવાનું હોય ત્યાં વચમાં રસપ્રવાહનો વિછેર થાય છે, એટલે રસનું જ પ્રધાનપણે નિરૂપણ કરનાર કવિએ એવી ઈતિહાસની ઘટનાઓ ટાળવી.
જયાં મરણ પણ શૃંગારનું અંગ બની શકે એવો દાખલો લોચનકારે રધુવંશ'માંથી ટાંકો છે:
“ જ્યાં જાહ્નવી અને સભ્યનાં જળનો સંગમ થાય છે, તે તીર્થમાં દેહ ત્યાગી તરત જ દેવત્વ પામી, અજ પહેલા કરતાં પણ વધુ સુંદર રૂ૫ ધારણ કરેલી પોતાની કાન્તા સાથે નંદનવનનાં કીડાગૃહમાં ફરીથી રમણ કરવા લાગ્યો.”
ઇન્દુમતીના અવસાન પછી તેના શોકને લીધે રાજા વ્યાધિગ્રસ્ત બને છે અને વ્યાધિ વૈદ્યોને પણ અસાધ્ય બની જાય છે એટલે એમાંથી છૂટવા રાજા પ્રાયોપવેશન કરી દેહનો ત્યાગ કરે છે, તેનું આ વર્ણન છે. અહીં અજનું મૃત્યુ પોતાની પ્રિયતમા સાથેના મિલન અને સંભોગ શૃંગારમાં નિમિત્ત બને છે, એટલે એ શૃંગારનું જ અંગ છે, એ સ્પષ્ટ છે. કવિએ આ પહેલાં જ એમ પણ કહ્યું છે કે પ્રિયાની પાછળ જવામાં શીધ્રતા લાવવાને કારણે આજે એ રોગને પણ લાભ જ મા. અને એમ કહીને પુનર્મિલનની આશાને ફરી જીવતી કરી છે. અને અહીં મૃત્યુ પછી તરત જ બંનેના મિલનનું વર્ણન કર્યું છે. એટલે અહીં રસવિચ્છેદ થતો નથી. મૃત્યુ શૃંગારનું અંગ બને એને આથી પણ સારો દાખલ કાદંબરી'માં મળે છે. ત્યાં મહાશ્વેતા કપિંજલની વિનંતીથી પિતાના પ્રિયતમ પુંડરીકને મળવા જાય છે; પુંડરીનું વિયેગવેદનાથી મૃત્યુ થઈ ચૂકયું છે. મહવેતાને વિપ્રલંભ બરાબર કરુણનું રૂપ પામે તે પહેલાં જ ચંદ્રમંડળમાંથી એક પુરુષ આવી પુંડરીક દેહ ઉપાડી લઈ જાય છે અને તે જ વખતે આકાશવાણી થાય છે કે માતાનું આ જ દેહે પુંડરીક સાથે કરી મિલન થશે. આમ અહીં, મૃત્યુ એ વિદેશપ્રવાસ જેવું જ બની રહે છે, અને તેથી કરુણને બદલે વિપ્રલંભ શૃંગાર જ અહીં જળવાઈ રહે છે, અને એમ મૃત્ય શૃંગારનું અંગ બને છે. લેચનકાર કહે છે એમ, “રઘુવંશ'ના એ
માં કવિ કાલિદાસે યુક્તિપૂર્વક મરણને સ્પષ્ટ શબ્દોથી ઉલ્લેખ કરવાને બદલે “દેહત્યામ” શબ્દ વાપરી તેને અનુવાદ જ કર્યો છે; એને બલે ને