________________
૨૧૮ ] રસના વિરાણી અને તેમનાં પરિહારઃ
[ ધ્વન્યાલાક
કર્યાં વગર જ રસભવનું નિરૂપણ કરવા જતાં, કવિએથી આ પ્રકારની ભૂલા થઈ જાય છે, એટલે તેમણે રસાદિરૂપ વ્યંગ્યને નજરમાં રાખીને જ રચના કરવી ચેાગ્ય છે. અમે ધ્વનિનિરૂપણને આ પ્રયત્ન આરચે છે, તે કેળ ધ્વનિનું પ્રતિપાદન કરવાના અભિનિવેશથી જ નથી આરણ્યે.
પણ અમે કવિએતે આ ભયસ્થાનેથી ચેતવવા પણ માગીએ છીએ.
૪. વળી, પરિપેાષ પામેલા રસનુ પણ વાર વાર ઉદ્દીપન કરવું એને રસભંગનું ચેાથું કારણ માનવું જોઈએ. પેાતાની સામગ્રો એટ્લે કે વિભાવાદિથી પરિપુષ્ટ થયેલા અને ભેગવાયેલા રસનું ફરી ફરીને ઉદ્દોપન કરવાથી તે મસળાયેલાં ફૂલેાના જેવા પ્લાન થઈ જાય છે.
આા ખૂબ જાણીતા દાખલે રતિવિદ્યાપને છે.
૫. (ક) વળી, વૃત્તિ એટલે કે વ્યવહારનું અનૌચિત્ય પણ સભંગનું કારણ થઈ પડે છે. જેમ કે, નાયિકા નાયકને બીજી કાઈ ઉચિત ભગિના આશ્રય લીધા વગર જાતે સ ભેગેચ્છા જણાવે તેા તે દેષરૂપ બની જાય છે.
(ખ) અથવા વૃત્તિએના અથ ભરતે ગણાવેલી કેશિકી વગેરે વૃત્તિ કરીએ, કે કાવ્યાલંકારમાં પ્રસિદ્ધ એવી ઉપનાગરિકા વગેરે વૃત્તિએ કરીએ, તે તેમનુ અનૌચિત્ય એટલે કે જ્યાં ન વાપરવી જોઈ એ ત્યાં વાપરવામાં આવે તે તે પણ રસભંગનું જ કારણ થઈ પડે છે.
ભરતે નાટયરા.સ્ત્રમાં ચાર વૃત્તિએ ગણાવેલી છે : (૧) કુસકી, (ર) સાવતી, (૩) ભારતી અને (૮) આભટી.
ઉદ્ભટે નાગરિકા વગેરે ત્રણ અને રુટે મધુરા વગેરે પાંચ વૃત્તિએ ગણાવેલી છે, તેને ઉલ્લેખ ગ્રંથના પહેલા જ કારિકા વૃત્ત ઉપરના વિવરણમાં કરેલે છે. વૃત્તિની વિશેષ ચર્ચા આ ઉદ્યોતન ૩૩ મી કારિકાના વિવરણમાં આવશે.