________________
૨૧૭ ] રસના વિરોધી અને તેમને પરિવાર
[ ન્યાય કરે એટલે કે મારપીટ કરતો હોય, એવું વર્ણન કરવામાં આવે તો તે દેષરૂપ થઈ પડે.
૨. આ એક રસભંગનું બીજું કારણ છે, કે પ્રસ્તુત ૨ચની સાથે કોઈ રીતે સંકળાયેલી બીજી વસ્તુનું વિસ્તારથી નિરૂપણ કરવું, જેમ કે, કોઈનાયકના વિપ્રલંભ શૃંગારનું વર્ણન શરૂ કર્યા પછી કવિ યમકાદિઅલંકાર યોજવાના મોહમાં વિસ્તારપૂર્વક પર્વત વગેરેનું વર્ણન કરવા મંડી જાય.
એને અર્થ એ છે કે જે વસ્તુને પ્રસ્તુત રસ સાથે સંબંધ ન હોય તેનું વર્ણન તો ગાંડે હોય તે જ કરે; પણ જે વસ્તુને ચેડાથે સંબંધ હોય તેનું પણ વર્ણન વિસ્તારથી તે ન જ કરવું, જેવું “કિરાતાજુનીય'માં જોવા મળે છે. ત્યાં અર્જુન તપશ્ચર્યા કરવા જાય છે, અને એની તપસ્યામાં ભંગ પાડવા માટે યક્ષો, કિન્નરો અને અસરાઓને મોકલવામાં આવે છે. એ પ્રસંગે કવિ વર્ણનના લેભમાં પડીને પર્વત, તુ, જલક્રીડા, વગેરેનું એટલું લાંબું વર્ણન કરે છે કે મુખ્ય વિષય જ નજર બહાર ચાલ્યા જાય છે. એવું જ “શિશુપાલવધ”માં પણ બને છે. ત્યાં ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરના યજ્ઞમાં ભાગ લેવા જાય છે, અને ત્યાં એમણે શિશુપાલને વધ કરવાને છે, છતાં કવિ એ પ્રવાસના માર્ગ-વર્ણનમાં રેવત પર્વતનું, છ ઋતુનું, જલક્રીડાનું, સંધ્યા, રાત્રિ અને પ્રજાતનું વર્ણન બે સ ભરીને કરે છે, એટલે વાચક શી વાત ચાલે છે, એ જ ભૂલી જાય છે. કહેવાની મતલબ એટલી કે આવાં વર્ણને જેટલાં ટૂંકાં હોય તેટલાં સારાં.
૩. રસભંગનું આ એક ત્રીજું કારણ છે કે રસમાં કવખતે વિકેદ પાડો અને કવખતે તેને વિસ્તાર કર.
(ક) એમાં કવખતે રસને થંભાવી દેવાને દાખલે એ આપી શકાય કે ધારો કે કેઈનાયકને કોઈ સ્પૃહણીય સમાગમવાળી નાયિકા પ્રત્યેનો પ્રેમ (કંગાર) પરિપુષ્ટ થઈ ચૂકયા હેય, અને તે બંનેને પરસ્પર અનુરાગ છે એની પણ જાણ થઈ હોય, તેવે વખતે સમાગમના ઉપાય વિચારવાને ઉચિત વ્યવહાર જતો કરીને સ્વતંત્ર રીતે બીજા જ કોઈ કાર્યનું વર્ણન કરવામાં આવે.