________________
૨૧૪] રસના વિરોધો અને તેમને પરિહાર
[ ધ્વન્યાલોકે * આલંબન એટલે આલંબન વિભાવ. રામના પ્રેમ ( રતિભાવ)નું આલંબન સીતા છે. એટલે કે સીતાને અવલંબીને રામને પ્રેમ જાગ્રત થાય છે. એ જ રીતે, રાવણે સીતાનું હરણ યું તેથી રામમાં રાવણને જીતવાની વૃત્તિ જાગી, એટલે રામના ઉત્સાહનું આલંબન રાવણ છે. રાવણને અવલંબીને રામનો ઉત્સાહ જાગ્રત થયા છે. રામ આ બંને રસે – શૃંગાર અને વીર – નો આશ્રય છે. એટલે કે પ્રેમની અને જીતવાની વૃત્તિ રામના ચિત્તમાં જાગે છે.
૧ (ક) એક જ આલંબન હોય તો વીર સાથે શુંગારો, (ખ) હાસ્ય, રૌદ્ર અને બીભત્સ સાથે સંભોગ શૃંગારને અને (ગ) વીર, કરુણ અને રૌદ્રાદિ સાથે વિપ્રલંભ શૃંગારને વિરોધ પાવે છે. પણ આલંબન જો જુદાં હોય તો વિરોધ આવતો નથી. જેમ કે, રામના શૃંગારનું આલંબન સીતા છે અને વીરનું આલંબન રાવણ છે એટલે એ બંને રસો સમને આશ્રયે રહેલા હોય એમાં વિરોધ નથી.
૨. આશ્રય એક હોય તો વીરને ભયાનક સાથે વિરોધ આવે છે. કારણ, જે વીર હોય તે ભય પામે જ નહિ.
. નિરંતરતા અને આલંબનની એકતાને કારણે શાંતને શૃંગાર સાથે વિરોધ આવે છે. પણ જે વચમાં કોઈ બીજો રસ નિરૂપાયે હોય તે વિરોધ આવતો નથી. જેમ કે, “નાગાનંદ' નાટકમાં જીમૂતવાહન શાંત રસને આશ્રય છે, છતાં તેનામાં મલયવતી પ્રત્યે અનુરાગ બતાવેલો છે, પણ વચમાં અદ્ભુત રસનું નિરૂપણ થયું , ત્યાં શાંત અને શૃંગારને વિરોધ આવતો નથી.
અદ્ભુત અને રૌદ્ર રસ સાથે વીર રસ આમાંથી એક પણ રીતે વિરોધ આવતો નથી. એ જ રીતે, શૃંગાર અને અદભુત વચ્ચે તયા બીભત્સ અને ભયાનક વચ્ચે કે પ્રકારે વિરોધ આવતો નથી.
ઉપર રસવિરેાધી જે પાંચ વસ્તુઓ ગણાવી તે બંધીની હવે એકેએકે વૃત્તિમાં સમજૂતી આપે છે.
૧. પ્રસ્તુત રસની દષ્ટિએ જે રસ વિરોધી હોય તેને લગતા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાનું નિરૂપણ કરવું, એ રસવિરોધ પેદા કરનાર (પહેલું) કારણ છે, એમ સમજવું જોઈએ.