________________
વાત ૩-૧૭, ૮, ૧૯ ] રસના વિરેલી અને તેમને પરિહા૨ ૧૦
પ્રબંધમાં કે મુક્તકમાં રસભાવાદિનું નિરૂપણ કરવાને ઉત્સુક કવિએ વિરોધીઓને ટાળવાનો પૂરો પ્રયત્ન કરે. નહિ તે તેને એક પણ લેક પૂરેપૂરો સમય નહિ થાય.
કવિએ જે વિરોધીઓને યત્નપૂર્વક ટાળવાના છે તે કયા કયા છે, તે હવે કહીએ છીએ –
૧. વિરોધી રસને લગતા વિભાવાદિનું નિરૂપણ, ૨. રસની સાથે સંબંધ ધરાવતી હોય એવી વસ્તુનું પણ
વિસ્તારથી વર્ણન,
૩. કવખતે રસમાં વિદ, અથવા કવખતે તેનું પ્રગટન, ૪. રસને પરિપષ થઈ ગયા પછી પણ ફરી ફરીને તેનું
ઉદ્દીપન, અને ૫. વૃત્તિનું અનૌચિત્ય રસને વિરોધી થઈ પડે છે.
આ ભાગ સમજવા માટે વિરોધી રસો અને તેમને અંગેની વ્યવસ્થા જાણી લેવી જરૂરી છે, એટલે અહીં “સાહિત્ય-દર્પણ”ને આધારે સંક્ષેપમાં તે આપી છે.
(૧) શૃંગારના વિરોધી રસ કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનક; (૨) હાસ્યના વિરોધી રસ ભયાનક અને કરુણ; (૩) કરુણના વિરોધી - હાસ્ય અને ચંગાર; (૪) રૌદ્રના વિરોધી હાસ્ય, શૃંગાર અને ભયાનક, (૫) વીરના વિરોધી ભયાનક અને શાંત; (૬) ભયાનકના વિરોધી શૃંગાર, વીર, રૌદ્ર અને હાસ્ય; (૭) બીભત્સને વિરેાધી શૃંગાર; અને (૮) શાંતના વિરોધી વીર, શૃંગાર, રૌદ્ર, હાસ્ય અને ભયાનક.
રસમાં વિરોધ ત્રણ રીતે આવે છે. (૧) આલંબન એક હેવાથી; (૨) આશ્રય એક હોવાથી; અને (૩) નિરંતરતાથી એટલે કે એક રસ પછી તરત જ બીજા રસનું નિરૂપણ કરવાથી.