________________
ઉોત ૩-૧૬ ]
સુબાદિની વ્યંજકતાનું સમર્થન [ ૧૧૧ એમ જે નહિ માનીએ તો શબ્દની વાચકતા સમાન હેવા છતાં તેમના ચારુત્વમાં વિશેષતા હોય છે, તે શી છે? જે તમે એમ કહેતા હો કે એ તો સહદય-સંવેદ્ય કઈ બીજું જ તત્વ છે, તે અમારો પ્રશ્ન એ છે કે આ સહદયતા શું છે? એ શું રસભાવથી નિરપેક્ષ એવું કાવ્યગત સંકેતોનું જ્ઞાન છે? કે પછી રસભાવાદિમય કાવ્યસ્વરૂપને જાણવાની નિપુણતા છે? જે પહેલો પક્ષ સ્વીકારો એટલે કે એમ કહે કે સહુદયતાને રસભાવાદિ સાથે કંઈ સંબંધ નથી, એ તો કાવ્યગત સંકેતવિશેષને જાણવાની શક્તિ જ છે, તો એવા સહદયે શબ્દના ચારુત્વની જે વ્યવસ્થા કરી હશે તે નિયમ નહિ બની શકે. કારણ, બીજી વખતે બીજી રીતે પણ વ્યવસ્થા થવાને સંભવ છે. જે બીજો પક્ષ સ્વીકારીએ તે રસજ્ઞતા એ જ સહૃદયતા એમ થયું. એવા સહદથી અનુભવાતું રસાદિને વ્યક્ત કરવાનું નૈસર્ગિક સામર્થ્ય એ જ શબ્દની વિશેષતા હોય છે, તેથી શબ્દનું મુખ્ય ચારુત્વ વ્યંજકત્વને આશ્રયે જ રહેલું હોય છે. વાચકત્વને આધારે રહેલા શબ્દોના અર્થની દષ્ટિએ વિચારીએ તો પ્રસાદ એ જ તેમની વિશેષતા ગણાય. અને જે અર્થની અપેક્ષા ન હોય તે તે અનુપ્રાસ વગેરે જ વિશેષતા ગણાય.
આ આખી ચર્ચાને સાર ટૂંકમાં એ છે, કે રસાદિનો વ્યંજનાથી બધ કરાવવાની શક્તિ એટલે કે વ્યંજકતા એ જ શબ્દના ચારનું મૂળ છે. ભામહાદિએ અમુક શબ્દો અમુક રસમાં શોભે છે ને અમુક રસમાં નથી રોભતા એવા જે વિભાગ પાડેલા છે, તે પણ આ વ્યંજકતાને આધારે જ પાડેલા છે. એમ જે ન માનીએ તો શાબ્દો તો બધા જ વાચકતાની બાબતમાં સમાન હોય છે, તેમ છતાં અમુક શબ્દ ચાવવાળા અને અમુક શબ્દો ચાવ વગરના ગણાય છે, તેનું કોઈ સંગત કારણ બતાવી નહિ શકાય. જો કોઈ એમ કહે કે શબ્દમાં ચારૂત્વ લાવનાર તત્વ તે બીજ જ છે, અને તે સહૃદય-હદય–સંવેદ્ય જ છે, તો પછી સહૃદય કોને કહેવો એ નક્કી કરવું પડે. રસાદિની ખેવના રાખ્યા વગર કાબના શબ્દોને અર્થ સમજવાની